રાજ્ય સરકારે તબીબોની અછતને ધ્યાનમાં રાખી નિવૃત્તિની વય મર્યાદા વધારવાનો નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, ડૉક્ટર્સની નિવૃત્તિ વય ૬૨ વર્ષ બાદ ત્રણ વર્ષ સુધી વધારી આપવામાં આવશે. આમ તબીબોની વય મર્યાદા ૬૨ વર્ષથી વધીને ૬૫ વર્ષ થઈ જશે. માત્ર એટલું જ નહીં, આ તબીબોને સ્થાનિક કક્ષાએ રહેવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવશે. તેમજ તમામ તબીબોને પે માઇન્સ પેન્શનના ધોરણ મુજબ રાખવામાં આવશે.