ગાંધીનગરમાં લાબા સમય બાદ મનપા દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સેકટર – ર૪, ૪ અને ત્યારબાદ આજે સેકટર – ર ની આસપાસના દબાણો તેમજ લારી-ગલ્લા હટાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત વનવિભાગમાં અને સેકટરના ખુલ્લા મેદાનોમાં થઈ ગયેલા ઝુંપડાઓને પણ દૂર કરવામાં આવ્યા હતા.
સેકટર – ર૪ માં ૩૮ જેટલા દબાણો દૂર કર્યા બાદ સેકટર – ૪ માંથી પણ તમામ દબાણો દૂર કરી દેવામાં આવ્યા હતા. દબાણો દૂર કર્યા બાદ ફરી પાછા થોડા સમય બાદ દબાણો થઈ જતાં હોવાથી વારંવાર દબાણ અંગેની ફરિયાદ ઉઠે છે. જેથી કોર્પોરેશને દબાણ હટાવવાની ઝુંબેશ ફરી એકવાર શરૂ કરી છે.