કાજોલે માતા વિષે એવી વાત કહી કે સેટ પર તનુજા રડ્યા

419

સેટ પર તનુજાએ તમામ પર્ફોમન્સને ખુબ એન્જોય કર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઇ, તા.૯
ડાન્સ રિયાલિટી શૉ સુપર ડાન્સર ચેપ્ટર ૪માં આ વખતે મહેમાન તરીકે કાજોલના માતા તનુજા પહોંચ્યા હતા. શૉને તેમણે ઘણો એન્જોય કર્યો અને પોતાની હાજરીથી શૉને ચાર ચાંદ લગાવી દીધા. તનુજાના પોપ્યુલર હિટ ગીતો પર કન્ટેસ્ટન્ટે જબરદસ્ત પર્ફોમન્સ આપ્યા. એપિસોડનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે જે ઘણો મજાનો છે. આ દરમિયાન તનુજાને એક સરપ્રાઈઝ મળી અને તેમની આંખોમાં આંસુ આવી ગયા. તે ઈમોશનલ થઈ ગયા, જ્યારે તેમણે દીકરી કાજોલનો એક સરસ વીડિયો મેસેજ જોયો.વીડિયોમાં એક તસવીર બતાવવામાં આવે છે જેમાં તનુજાની સાથે તેમની દીકરી કાજોલ અને તનીષા હોય છે. આ સાથે બેકગ્રાઉન્ડમાં કાજોલનો એક મેસેજ પ્લે થાય છે. તે કહે છે કે, સૌથી મોટી ભેટ જે મને મારી માએ આપી છે તે છે અમારી અપબ્રિંગિંગ. આ સાંભળીને તનુજાની આંખમાં આંસુ આવી ગયા અને જજ શિલ્પા સેટ્ટી કુન્દ્રા અને અનુરાગ બાસુએ તેમને સાંત્વના આપી.તનુજાએ શૉમાં કન્ટેસ્ટન્ટ્‌સના પર્ફોમન્સને ખુબ એન્જોય કર્યા. તેમણે અમુક પર્ફોમન્સ પર સીટીઓ પર વગાડી. આટલુ જ નહીં, તેઓ સ્ટેજ પર આવ્યા અને શિલ્પા શેટ્ટી સાથે ડાન્સ પણ કર્યો. આ દરમિયાન તેમણે દેવ આનંદનો અવતાર ધારણ કર્યો જે જોઈને બધા હસી પડ્યા. ટીઆરપીની વાત કરીએ તો ૨૫ અઠવાડિયાથી આ શૉ ત્રીજા ક્રમાંકે છે.

Previous articleનટુ કાકાએ દિલીપ કુમારના ઘરની મુલાકાત વાગોળી
Next articleમિલિન્દ સોમનની ૫૫ વર્ષે પણ યુવાનો જેવી ફીટનેસ છે