સંસદની કાર્યવાહી ખોરવવા બદલ ભાજપ હાઈકમાન્ડે કોંગ્રેસ સામે દેશભરમાં ધરણા અને ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યુ છે તે સંદર્ભમાં આજે ગાંધીનગર લોકસભા વિસ્તાર, ગાંધીનગર શહેર અને ગાંધીનગર જિલ્લાના ભાજપ તરફથી સેકટર – ૬, ઉપવાસ છાવણી ખાતે એક દિવસના એટલે કે ૧૧.૦૦ થી ૧૭.૦૦ સુધીના પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના જિલ્લા, શહેર તેમજ અન્ય પદાધિકારીઓ સહિત ભીખુભાઈ દલસાણિયા જેવા આગેવાનો પણ ઉપસ્થિત રહ્યાં હતા. મોટી સંખ્યામાં કોંગ્રેસના વલણ સામે ભાજપે વિરોધ નોધાવ્યો હતો.