બોટાદ એલસીબીએ ૩ રીઢા તસ્કરોને ઝડપી લીધા : ૧૮ ચોરીનો ભેદ ઉકેલાયો

1947
bvn1342018-2.jpg

બોટાદ લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમએ રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ઘરફોડ ચોરીના ગુના આચરતા ૩ શખ્સોને ઝડપી લઈ નાની-મોટી ૧૮ ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલી મુદ્દામાલ કબ્જે કરી જેલહવાલે કર્યા છે.
સમગ્ર બનાવ અંગે બોટાદ પોલીસના જણાવ્યા અનુસાર બોટાદ એલસીબી ટીમના પીઆઈને મળેલ ચોક્કસ બાતમી આધારે ટીમ બોટાદ-ઢાંકણીયા રોડ પર વોચમાં હતી તે વેળા ત્રણ શખ્સો અલગ-અલગ બાઈક સાથે શંકાસ્પદ હાલતે પસાર તથા પોલીસ જવાનોએ ત્રણેયને અટકાવી તરતપાસ સાથે નામ સરનામા અંગે પૂછપરછ હાથ ધરેલ. જેમાં ઝડપાયેલ શખ્સોએ પોતાના નામ સોમા રાજા ચાવડા ઉ.વ.રર રે.કસવાળી તા.સાયલા જી.સુરેન્દ્રનગર, વિનોદ ઉર્ફે દેવરાજ ઉર્ફે દેવાયત ખેંગાર મણદુરીયા રે.કસવાળી ઉ.વ.ર૮ તથા પ્રભાત ઉર્ફે કાળુ ખેંગાર મણદુરીયા ઉ.વ.ર૧ રે. કસવાળીવાળા હોવાનું જણાવેલ આ શખ્સોએ સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, મહેસાણા તથા પાટણ જિલ્લામાં ૧૮ જેટલી ઘરફોડ ચોરીઓ તથા વાહન ચોરી આચરી નાસતા ફરતા હોવાની કેફીયાત આપેલ. આ શખ્સો પાસેથી બાઈક, સોના-ચાંદીના દાગીના હીરા તથા રોકડ રકમ અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂા.૪,૮૯,૮૭૮નો મુદ્દામાલ કબ્જે કરી અલગ-અલગ ૧૮ ઘરફોડ ચોરીઓ તથા વાહન ચોરીઓનો ભેદ બોટાદ એલસીબી ટીમએ ઉકેલ્યો છે. આ ત્રણેય શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તેની ગેંગના અન્ય શખ્સોને ઝડપી લેવા તથા વધુ તપાસ અર્થે રીમાનંડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

Previous articleદેશભરમાં ભાજપ દ્વારા પ્રતિક ઉપવાસના એલાન સંદર્ભે ગાંધીનગરમાં પણ ઉપવાસ
Next articleસિહોરમાં આખલાને હડકવો ઉપડ્યો અને જોયા જેવી થઈ