ભાવનગરમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાઇ

888

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ,અમદાવાદના આદેશ અનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ભાવનગર દ્વારા ભાવનગર ખાતે કાર્યરત તમામ અપીલ અદાલતો તથા સિનિયર તથા જૂનિયર દીવાની અદાલતોમાં તથા તાલુકા ખાતે કાર્યરત વિવિધ અદાલતોમાં આજે રાષ્ટ્રીય લોક-અદાલત યોજવામાં આવેલ. જેનું ઉદ્‌ઘાટન ગુજરાત હાઇકોર્ટના ન્યાયમુર્તિ એ.જી. ઉરૈઝીના હસ્તે દિપ પ્રગ્ટાવી કરવામાં આવેલ. આ પ્રસંગે ભાવનગર બાર તથા ક્રિમીનલ બાર એસોસીએશનના પ્રમુખ સહિત સિનીયર- જુનિયર વકિલો તથા પક્ષકારો ઉપસ્થિત રહ્યા હતા.આ લોક અદાલતમાં સમાધાન પાત્ર તમામ દિવાની તથા ફોજદારી કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવેલ. આ લોક અદાલતમાં પી.જી.વી.સી.એલ., નેગોશિયેબલ એક્ટ (ચેક રિટર્ન ),બેંકને લગતા કેસો, મોટર અકસ્માત વળતરના કેસો, લગ્ન વિષયક કેસો, રેવન્યુ કેસો, સર્વિસ મેટર, જમીન સંપાદનના વળતરના કેસો તેમજ લેબર કોર્ટના કેસો વગેરે સમાધાન માટે રાખવામાં આવેલ.અને મોટા ભાગના કેસોનું બંન્ને પક્ષે સાંભળી સમાધાન કરવામાં આવેલ અને કેસોનો નિકાલ કરવામાં આવેલ.

Previous articleઆકર્ષક રંગ રોશનીથી ઝળહળતું થયું નિજ મંદિર
Next articleપ્રભારી સચિવ સ્વરૂપ પી.ના અધ્યક્ષસ્થાને જિલ્લાના મુખ્ય અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઇ