દરેક ગામો અને શહેરોમાં રખડતા આખલાઓ તંત્ર માટે માથાના દુખાવા સમાન બન્યા છે અને ક્યારેક જીવલેણ અકસ્માતો પણ સર્જે છે પરંતુ અહીં ગઈકાલે અડધી રાત્રે આખલાને હડકવા ઉપડતા અહીં વિસ્તારના લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને ભારે નાસભાગ મચી જવા પામી હતી ઘટના છે સિહોરના એકતા સોસાયટીની.. સિહોરની એકતા સોસાયટી રહેણાંકી વિસ્તારમાં ગઈકાલે અડધી રાત્રે એક આખલાને અચાનક હડકવા ઉપડતા જ રહેણાંકી વિસ્તારમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી અડધી રાત્રે ભાગમ-ભાગ ભાગદોડના દ્રશ્યો સાથે અહીં રહેતા વિસ્તારના લોકોના જીવ રીતસર તાળવે ચોંટી ગયા હતા સ્થાનિકો દ્વારા અને નગર પાલિકા સેનિટેશન વિભાગને જાણ કરતા જ તંત્ર વિભાગમાં પણ અડધી રાત્રે ભાગદોડ થઈ હતી અને આંનદ રાણા ભરત ગઢવી સર સામાન અને સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી જઇને મહા-મહેનતે આખલાને ઝબ્બે કર્યો હતો અને જેમાં અડધી રાત્રે મહેનત કરનાર સેનિટેશન વિભાગના નિલેશ બારોટ, ભીમજી ડ્રાઇવર, અજય મકવાણા, જયદીપ વાઘેલા સાહિતે ભારે જહેમત ઉઠાવી હતી.