જાફરાબાદના રોહિસા ગામે તાલુકા પંચાયત પ્રમુખ અને સંસદીય સચિવ હિરાભાઈ સોલંકીની જહેમતથી જિલ્લાના પછાત ગણાતા જાફરાબાદ તાલુકામાં રાહતકામો શરૂ કરાયા જે ગરીબ લોકોને અત્યારે કાળઝાળ ગરમીમાં મજુરી કામ ક્યાયથી ન મળતું હોય તેવા સમયે તાલુકા પંચાયતની નરેગા યોજના પૂનઃ શરૂ કરાવી રોહીસા ગામે ૯૦૦ ઉપરાંત મજુરોની રૂબરૂ મુલાકાત લીધી હતી. તાલુકા પંચાયત પ્રમુખ કરણભાઈ બારૈયા તેમજ ગામના સરપંચ વિજાણંદભાઈ વાઘેલા, ઉપસરપંચ ભુપતભાઈ તથા તાલુકા ચેરમેન છગનભાઈ વાઘેલા તેમજ તમામ દેખરેખ માટે ૭ મેટની ઉપસ્થિતિ તેમજ ૧પ દિવસમાં મુડીકલ કીટ મજુરો માટે પીવાના પાણી સહિત દરેક મજુરોને રોજીરોટી સાથે મજુરો મળી રહે તેવી વ્યવસ્થા વિક્રમસિંહ વાળા સંભાળી રહ્યાં છે.