ગત ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની બહુમતી સાથે પાલિકામાં બોડી બેઠી છે ત્યારે પ્રમુખ પદે દીપ્તિબેન ત્રિવેદીએ ચાર્જ સંભાળી સત્તાનું સુકાન હાથમાં લીઘું ત્યારે દરેક વોર્ડ વાઇઝ સાફસફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી પરંતુ આ સફાઈ ઝુંબેશ ને તાત્કાલીક ગ્રહણ લાગી ગયું છે અને આ ગ્રહણ ને હિસાબે સફાઈ સદંતર બંધ થઈ ગઈ છે ત્યારે લોકો બોલી રહયા છે પારેવા ના પગ પાંચ દિવસ રાતા પણ આ કહેવત પણ સાર્થક થઈ હોય તેવું લાગી રહ્યું છે જયાં જુઓ ત્યાં કચરાના ઢગ જોવા મળી રહ્યા છે તથા મોટાભાગે ઉકરડા કે કચરો ઉપાડવાને બદલે સળગાવી પ્રદુષણ મા વધારો કરી રહ્યા છે શું શિહોર મા આવુજ રહેશે ઘણી આશાઓ આ નવી બોડી પર બંધાઈ હતી પણ પરિસ્થિતિ હતી તેજ દેખાઈ રહ્યું છે
નગર શબ્દ નો અર્થ સહેલો છે કે ન= નળ, ગ= ગટર અને ર= રોડ પણ આ શબ્દ ને સાર્થક કરવો ખૂબ અધરો છે જે સિહોર પાલિકા ને પણ ખૂબ અઘરો પડેછે નળ પાંચ દિવસે પાણી વિતરણ ,ગટર ના કોઈ ઠેકાણા નહિ તેમ રોડ ના પણ કામો અધૂરા તો ક્યાંક નામોનિશાન નથી કેટકેટલી જગ્યાએ રોડ કાર્યો અધૂરા છે તો કેટલીક જ્ગ્યા એ વગર ગટરે રોડ મંજૂરીઓ અપાઈ છે ચૂંટણી પત્યા પછી નવી બોડી એ સત્તા નું સુકાન સંભાળ્યું ત્યારે અનેક આશાઓ નગરજનો મા બંધાઈ હતી પરંતુ તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું હતું ચૂંટણી ટાણે વિકાસ શબ્દ એટલી હદે પ્રચલિત થયો હતો કે લોકો બોલતા હતા આને કહેવાય વિકાસ,વિકાસ શબ્દ નો ગમે ત્યાં ઉપીયોગ થવા લાગ્યો હતો પરંતુ આજ લોકો હાલ બોલી રહ્યા છે વિકાસ ચૂપ છે,વિકાસ સૂતો છે પણ ખરેખર જો સત્તાનું સુકાન સંભાળનાર પક્ષ ,વિપક્ષ કે અપક્ષ જો ધારે તો કાયા પલટ કરી શકે પણ હાલ ચૂપ કેમ છે ?
વોર્ડ નં ૫ મા કુલ ૪ સભ્યો ચૂંટાયા છે ચારે ચાર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર વોર્ડ નં ૫ ને મળયા છે જેમાં ૧ શહેર પ્રમુખ ચૂંટાયા છે ત્યારે બીજા પૂર્વ પ્રમુખ ચૂંટાયા છે બે બે હસ્તીઓ વોર્ડ નં ૫ નું ગૌરવ છે તેની સાથે ૨ મહિલા સદસ્ય ચૂંટાયા છે અને વોર્ડ નં ૫ની કલગીમા વધારો થાય તેવા શહેર પ્રમુખ ખુદ પાલિકા મા કારોબારી ચેરમેન બન્યા છે કહેવત છે કાદવ મા કમળ ખીલે પણ વોર્ડ નં ૫ મા આખેઆખી પેનલને લોકોએ મત આપી ૪ કમળ પાલિકામા મોકલ્યા છે પણ આ કમળ શુ કાદવ માંથી ખીલ્યા ? કે વોર્ડ નં ૫ માંથી જો ૫ માંથી ખીલ્યા હોય તો શિહોરના સૌથી મોટા ગણાતા વોર્ડ નં ૫ ના કાદવ, કચરો નિયમિતપણે સફાઈ કરી સ્વચ્છ કરે અને પોતાની ફરજ નિભાવે. હાલ, અણઆવડત ને કારણે સિહોર ગંદકીના સામ્રાજ્યમા ફેરવાયું છે જયાં જુઓ ત્યાં મચ્છરના ઉપદ્રવો વધ્યા છે ત્યારે પોતાની ફરજ સમજી મચ્છરથી થતા રોગોમાંથી નગરજનોને બચાવે જો આ અંગે તાત્કાલિક ધોરણે નિર્ણય લેવામાં નહિ આવે તો આગામી દિવસોમાં સિહોર શહેર મા મચ્છર થી મેલેરિયા, ચીકનગુનિયાના ભરડામા સિહોર ફેરવાશે.
ધાર્મિક પ્રસંગોમાં સ્ટાફ ફાળવ્યો હોય શહેરમાં સફાઈનો અભાય
વિકાસ ગાથા અટકી નથી વિકાસ અવિરત શરૂ જ રહેશે હાલ ચૈત્ર માસ શરૂ છે લોકો પોતપોતાના વિસ્તારોમાં ધાર્મિક આયોજનો જેવાકે માતાજી ના નવરંગ માંડવા, સપ્તાહ જેવા પ્રસંગો ગોઠવેલા હોય માટે અમુક સ્ટાફ ત્યાં સફાઈ માટે ફાળવેલો હોય છે તથા અમુક જગ્યાએ પાણી ની લાઈન લિકેજ ,ગટર જેવા પ્રશ્નો ઉદભવતા હોય માટે અમુક દિવસો આવા કાર્ય મા ફાળવેલ માટે સફાઈગાથા અટકી હોય તેવું લોકો ને લાગે છે પરંતુ લોકો સાથ સહકાર આપે તે જરૂરી છે.
– દિપ્તીબેન ત્રિવેદી, પ્રમુખ સિહોર, ન.પા.