રાજુલા તાલુકાની મહાકાય એપીએમ ટર્મિનલ પીપાવાવ પોર્ટ દ્વારા આજુબાજુના ૧ર ગામોમાં (જનસેવા એજ પ્રભુસેવા)ના વાકયને સાર્થક કરવા પીપાવાવ ભારત- કોર્પોરેટ શોષ્યલ રિસ્પેન્સિબિલિટી (સી.એસ. આર.)ના ભાગરૂપે વોટર એટીએમ શુધ્ધ પીવાના પાણી સાથે સ્થાપિત કરાયા પીવાનું સ્વચ્છ અને સુરક્ષીત પાણી કાયમ પ્રદાન કરાશે. આ કાર્યક્રમ હેઠળ એપીએમ ટર્મિનલ્સ પીપાવાવ પીવાના સ્વચ્છ પાણી સાથે પાણીની મજબુત બોટલો પ્રદાન કરશે જેનાથી પાણીજન્ય રોગોમાં ઘટાડો થશે. આ પ્રોજેકટના પ્રથમ વર્ષ દરમ્યાન પ્રોજેકટના વિસ્તારોમાં ડાયરિયા, પેટનો દુઃખાવો અને સંધાનો દુઃખાવો વગેરે રોગોમાં ઘટાડો થશે. વોટર એટીએમ ઓટોમેટીક વોટર વેન્ડિંગ મશીન છે જે સ્વચ્છ આર.ઓ. ફિલ્ટર્ડ ઠંડુ પીવાનું પાણી આપે છે. એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે કમળો, ડાયરિયા, ટાઈફોઈ વગેરે જેવા પાણીજન્ય રોગો ઘટાડવા અને સ્વચ્છ પાણી પીવાની ટેવ વિકસાવવા અને વધારવા વોટર એટીએમ સ્થાપીત કરવા પિરમાલ વોટર પ્રાઈવેટ લીમીટેડ કંપની સાથે જોડણ ધરાવે છે. એપીએમ ટર્મિનલ્સ પીપાવાવના મેનેજીંગ ડિરેકટર કેલ્ડ પેડરસને કહ્યું હતું કે સંયુકત રાષ્ટ્રે મુળભુત માનવધિકાર તરીકે સ્વચ્છ પાણી સુલભ કરવાનું પણ સુચન કરેલ છે. અમો એપીએમ ટર્મિનલ્સ પીપાવાવ ગ્રામીણજનોના સ્વાસ્થ માટે સ્વચ્ઋ પાણીનું મહત્વ સમજીએ છીએ અને આવા ભર ઉનાળે ધોમ ધખતા તાપમાં અમે સ્વચ્છ અને સુરક્ષિત પીવાનું પાણી પ્રદાન કરવાની પહેલનો ભાગ બનીને ખુશી છીએ જેનો મુળ ઉદ્દેશ વોટર એટીએમ મારફતે ગ્રામીણજનોને સ્વચ્છ પાણી પ્રદાન કરવાનો છે. તેમજ આ વોટર એટીએમ જુની માંડરડી, નિંગાળા, જોલાપુર, હડમતીયા, ઉટીયા, જુની બારપટોળી, નવી બાર પટોળી, કુંભારીયા, મોટા આગરીયા, રાજપરડા, ચારોડીયા અને નવી માંડરડી જેવા ૧ર ગામોમાં ગ્રામીણજનો માટે સ્થાપીત કરાયા તેમ મેનેજીંગ ડિરેકટર કેલ્ડ પેડરસને જણાવેલ.