સમીરે વિમ્બલડન જુનિયર સિંગલ્સનું ટાઈટલ જીત્યું

160

લંડન, તા.૧૨
ભારતીય મૂળના અમેરિકી ટેનિસ ખેલાડી સમીર બેનર્જીએ રવિવારે અહીં પોતાના દેશના વિક્ટર લિવોલને સીધા સેટોમાં હરાવી વિમ્બલડનમાં જુનિયર બોયઝ સિંગલ્સનું ટાઇટલ પોતાના નામે કર્યુ છે. પોતાનું બીજુ જુનિયર ગ્રાન્ડ સ્લેમ રમી રહેલા ૧૭ વર્ષના આ ખેલાડીએ એક કલાક ૨૨ મિનિટ સુધી ચાલેલી ફાઇનલમાં ૭-૫, ૬-૩થી જીત મેળવી છે.આ જીત સાથે જ સમીરે રોઝર ફેડરર, સ્ટીફન એડબર્ગ, ગેલ મોંફિલ્સ જેવા દિગ્ગજોના એલીટ ગ્રુપમાં સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. ૧૭ વર્ષીય સમીર બેનર્જી જૂનિયર ફ્રેન્ચ ઓપનમાં પ્રથમ રાઉન્ડમાં જ બહાર ફેંકાઈ ગયો હતો, જોકે વિમ્બલડનમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું. તેણે પ્રથમ સેટ જીતવામાં ભારે સંઘર્ષનો સામનો કરવો પડ્યો, પરંતુ બીજા સેટમાં તેણે સરળતાથી ૬-૩થી જીત મેળવી લીધી અને ટાઈટલ પોતાના નામે કરી લીધું. મહત્વનું છે કે, યુકી ભાંબરી જુનિયર સિંગલ્સનું ટાઇટલ જીતનાર અંતિમ ભારતીય હતો, જેણે ૨૦૦૯માં ઓસ્ટ્રેલિયન ઓપનમાં જીત મેળવી હતી. જ્યારેસુમિત નાગલે ૨૦૧૫માં વિયતનામના લી હોઆંગની સાથે વિમ્બલ્ડન ડબલ્સનું ટાઇટલ જીત્યું હતું. તો રામનાથન કૃષ્ણન ૧૯૫૪માં જુનિયર વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ જુનિયર ગ્રાન્ડ સ્લેમ જીતનાર પ્રથમ ભારતીય હતા. આ ઉપરાંત લિએન્ડર પેસે ૧૯૯૦માં જુનિયર વિમ્બલ્ડન અને જુનિયર યૂએસ ઓપનનું ટાઇટલ જીત્યું હતું.

Previous articleસર ટી. હોસ્પિ. ખાતે રૂા. ૨.૫૩ કરોડના ખર્ચે સ્થાપિત ૨૦૦૦ લીટર પ્રતિ મિનિટ ક્ષમતા ધરાવતાં ૨ ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયા
Next articleગ્રામ્ય વિસ્તારમાં પણ માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ : સૌરભ પટેલ