ગઢડા તાલુકામાં ઉર્જામંત્રીના હસ્તે રૂપિયા ૧૪-૧૪ લાખના વિકાસકામોના ખાતમુહૂર્ત- લોકાર્પણ કરાયા
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના લાખણકા ગામ ખાતે રૂપિયા ૧૪ લાખના ખર્ચે નિર્માણ થનાર ગ્રામપંચાયત ઘરનું ખાતમુર્હૂત તેમજ અડતાળા ગામે રૂપિયા ૧૪ લાખના ખર્ચે નવનિર્મિત થયેલ ગ્રામપંચાયત ઘરનું લોકાર્પણ આજ રોજ ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે, શહેરી વિસ્તારની જેમ ગ્રામ્ય વિસ્તારમાં પણ માળખાકીય સુવિધા ઉપલબ્ધ થાય તે માટે રાજય સરકાર કટીબધ્?ધ છે. તેમણે સરકારી અધિકારી- કર્મચારીઓ તેમજ અરજદારોને સારી સુવિધા ઉપલબ્ધ થાય તેવા હેતુસર દરેક જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ અનેક નવા આધુનિક સુવિધાયુકત સરકારી ભવનો બનાવવામાં આવી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા જુંના જર્જિત ગ્રામપંચાયત ઘરો છે તેને પણ આધુનિક રીતે બનાવવા પ્રયત્ન કરી રહી છે તેમ વધુમાં જણાવ્?યું હતું.તેમણે આજે આવા આધુનિક નવનિર્મિત કચેરીઓમાં બેસી તલાટી મંત્રી, સરપંચ અને અરજદારોને સારુ વાતાવરણ મળી રહે અને સારી રીતે કાર્ય કરી શકે તેવા હેતુસર આ ભવનોના નિર્માણ કરવામાં આવી રહ્યા છે. ગામના દરેક પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી કરવામાં આવે તે રીતે કાર્યો કરવા મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું. મંત્રીએ વધુમાં ઉમેર્યુ હતું કે રાજ્યના તમામ ક્ષેત્રના વિકાસ માટે રાજય સરકાર કાર્ય કરી રહી છે. કોરોના મહામારીનો સમયમાં તાત્કાલિક કોવિડ હોસ્પિટલ તૈયાર કરી ઓકિસજનની જરૂરીયાત પુરી પાડવા તેમજ દવાઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળી રહે તેવા પ્રયાસો કર્યા છે. કોરોનાના દરેક દર્દીઓને સમયસર જરૂરી સારવાર ઉપલબ્ધ થઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. ઓકિસજનની અછત ન થાય અને ઓક્સિજન વિના એકપણ વ્યક્તિનું મૃત્યુ ન થાય તે માટે બોટાદ ખાતે બે અને ગઢડા ખાતે એક મળી જિલ્?લામાં કુલ ત્રણ ઓકિસજન પ્લાંન્ટ કાર્યરત કરાયા છે. ઉપરાંત કોરોના રીપોર્ટ માટે નવી લેબ તાત્કાલિક ઉભી કરવામાં આવી છે, જેથી દર્દીઓને તાત્કાલિક રીપોર્ટ અને સારવાર મળી રહે.મંત્રીએ હાલ કોરોના સામે રક્ષણ માટે વિનામૂલ્યે રસીકરણ અભિયાન ચાલી રહેલ છે. વિવિધ સ્થળોએ રસીકરણના કેમ્પો કરી મહત્તમ પ્રમાણમાં લોકોને રસીકરણ દ્વારા રક્ષિત કરવામાં આવી રહ્યા છે, તેમ વધુમાં જણાવ્યું હતું.
મંત્રીના બોટાદ જિલ્લાના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન બોટાદ શહેર ખાતે ગ્રીન મીશન અંતર્ગત મંત્રી તેમજ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.