(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૧૨
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું કે, મોટાભાગના સાંસદોએ ઓછામાં ઓછો કોરોના વેક્સીનનો એક ડોઝ લઈ લીધો છે. તેમણે કહ્યું કે, સંસદના ચોમાસું સત્ર દરમિયાન કોવિડ-૧૯ સંબંધિત તમામ નિયમોનું પાલન કરવામાં આવશે. ઓમ બિરલાએ સોમવારે સંસદના ચોમાસું સત્રની ઓફિશિયલ જાહેરાત કરતાં કહ્યું કે, ચોમાસું સત્ર ૧૯ જુલાઈથી ૧૩ ઓગસ્ટ સુધી ચાલશે. તેમાં ૧૯ બેઠક હશે. સૌથી વધુ બેઠક અત્યાર સુધી ૧૭મી લોકસભા દરમિયાન થઈ છે.લોકસભા સ્પીકરે કહ્યું કે, કોરોના સંક્રમણ દરમિયાન અમે ત્રણ સત્ર આયોજિત કર્યા, જેમાં સામાન્યથી વધુ સભ્ય ઉપસ્થિત રહ્યા. તેમણે જણાવ્યું કે, ૧૮ જુલાઈના રોજ ગૃહના ફ્લોર લીડરની બેઠક થશે. ઓમ બિરલાએ કહ્યું કે, સમિતિની ૩૮૦ બેઠક થઈ. કોટાથી સાંસદ બિરલાએ કહ્યું કે, આ સત્ર દરમિયાન પણ સુરક્ષાની દૃષ્ટિથી તમામ વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.ઓમ બિરલાએ જણાવ્યું કે, સંક્રમણ ઓછું થયું છે પરંતુ કોવિડ માપદંડનું પાલન કરીને બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. ઇ્ઁઝ્રઇ ટેસ્ટની સુવિધા ૨૪ કલાક ઉપલબ્ધ રહેશે. તેમણે દાવો કર્યો કે ૩૧૧ સાંસદોએ કોરોના વેક્સીનનો બીજી ડોઝ લઈ લીધો છે. જ્યારે ૨૩ સભ્યોએ વિવિધ કારણથી વેક્સીન નથી લીધી.તેમણે કહ્યું કે, લાઇબ્રેરીને ઓનલાઇન કરવામાં આવશે. સાથોસાથ રાજ્યની વિધાનસભા અને લોકસભાની લાઇબ્રેરીને એક કરવામાં આવશે અને રિસર્ચ વિંગ ૨૪ કલાક ચાલશે. બિરલાએ જાણકારી આપી કે અનેક સમિતિઓમાં સભ્યોના મંત્રી બનવાના કારણે ખાલી થઈ છે તેને ઝડપથી ભરવામાં આવશે. લોકસભા અધ્યક્ષે કહ્યું કે, સંસદનું લક્ષ્ય છે કે ૧૦૦ ટકા ઇ-નોટિસ હશે. સાથોસાથ પ્રશ્નોના જવાબ પણ ડિજિટલ હશે. એક એપ બનાવવામાં આવી રહી છે જેમાં લાઇવની સાથે પ્રશ્નોના ઉત્તર પણ રહેશે.મોન્સૂન સત્રમાં આ વખતે વિપક્ષ સરકારને અનેક મુદ્દે ઘેરવાનો પ્રયત્ન કરશે. હાલમાં જ ઉત્તર પ્રદેશમાં બ્લોક પ્રમુખ ચૂંટણીમાં થયેલ હંસા હોય કે રસીકણરી ધીમી ગતિ હોય કે પછી ત્રીજી લહેરને લઈને તૈયારીઓ હોય, આ તમામ મુદ્દા પર વિપક્ષ સરકાર પર નિશાન સાધવાનો પ્રયત્ન કરશે.કૃષિ કાયદા રદ્દ કરવાની માગ પણ ફરી એક વખત સંસદમાં ઉઠી શકે છે. જ્યારે બીજી બાજુ સરકારનો પ્રયત્ન હશે કે કોઈપણ વિઘ્ન વગર વધુમાં વધુ સંસદનું કામકાજ થાય. તેન સાથે જ સરકારનો ટાર્ગેટ હશે તે વધુમાં વધુ બિલ સંસદમાંથી પાસ કરાવે.