ફૂલસર સ્થિત રામદેવપીર ધામ ખાતે અષાઢી બીજની ઉજવણી

256

ભાવનગર શહેરનાં ફૂલસર વિસ્તારમાં આવેલ બાબા રામદેવપીર ધામ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શને ઉમટી પડ્યા હતાં.શહેરના ફૂલસર ગામ તળ વિસ્તારમાં આવેલ રામદેવપીર ધામ માત્ર ફૂલસર જ નહીં પરંતુ ભાવનગર શહેર-જિલ્લામાં પ્રખ્યાત છે અહીં દર રવિવારે તથા બીજ તિથિએ મોટીસંખ્યામાં શ્રધ્ધાળુઓ પધારે છે અને રામદેવપીર ના દર્શન થકી ધન્યતા અનુભવે છે આ મંદિર દ્વારા અનેક સામાજિક કાર્યો થકી શ્રદ્ધા-આસ્થાનું વાસ્તવિક દાઈત્વ પણ નિભાવવામાં આવે છે દર માસની સુદ તથા વદ પક્ષમાં આવતી બીજનું વિશેષ મહાત્મ્ય હોય આથી આસ્થાળુઓ “મન્નત,બાધા, આખડી” સાથે રામદેવપીર ના દર્શને અચૂક આવે છે જેમાં દર વર્ષે અષાઢી બીજના રોજ આ બીજ પર્વને ખાસ પર્વ તરીકે ઉજવવામાં આવે છે ફૂલસર રામદેવપીર યુવક મંડળ તથા ફૂલસર ગામ સમસ્ત દ્વારા આ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે જેમાં સેંકડોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવી બાબા ના દર્શન પરભવ નું ભાથું બાંધે છે જે અન્વયે આ વર્ષે પણ કોરોના મહામારી ને લઈને સરકાર તથા મેડિકલ વિભાગની નિયત ગાઈડલાઈન મુજબ બીજ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી મંદિર પરિસરમાં દર્શને પધારેલ ભક્તો માટે સોશ્યિલ ડીસ્ટન્સ મુજબ દર્શન તથા ખીર-પુરી ના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા મહિલા મંડળ દ્વારા સંકીર્તન-સત્સંગ અને સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું આ બીજ ઉત્સવમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું આ ઉત્સવને સફળ બનાવવા રામદેવપીર યુવાક મંડળ તથા ફૂલસર ગામના આબાલવૃધ્ધોએ ખડેપગે સેવાઓ નો દૌર સંભાળ્યો હતો.

Previous articleશેત્રુંજી ડેમમાં પાણીની આવક શરૂ ખારો ડેમના બે દરવાજા ખોલાયા
Next articleવર્ષમાં બીજી વખત ૧૩ મી જુલાઈ બપોરે ૧૨:૪૭ કલાકે વર્ષમાં બીજી વખત થયો પડછાયો ગાયબ.