બે કેદીઓને ધો.૧૨ની પરિક્ષા આપવા ભાવનગર જેલમાંથી રાજકોટ જેલ મોકલાયા

328

ભાવનગર જિલ્લાના કાચા કામના આરોપી સંજયભાઈ ઘનશ્યામભાઈ પરમાર કે જેઓ ધોરણ૧૨ની પરીક્ષા આપવા માટે આજરોજ ભાવનગર જીલ્લા જેલ થી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પરીક્ષા આપવા માટે પોલીસ બંદોબસ્ત સાથે મોકલવામાં આવેલ. તથા અન્ય એક આરોપી ચેતનભાઇ ચીથરભાઈ કોટેચા કે જેઓ પરીક્ષા આપવા માટે રાજકોટ જવા રવાના થશે. ભાવનગર જીલ્લા જેલ ખાતેનું રાજકોટ જેલ ખાતે પરીક્ષા કેન્દ્ર હોવાથી બંને આરોપીઓને જરૂરી સાહિત્ય સાથે રવાના કરવામાં આવેલ. ભાવનગર જેલ તરફથી બંને પરીક્ષા બંદીવાનોને જરૂરી પુસ્તકો તથા વાંચવા માટે અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ બંને બંદીવાનો જેલમાં રહીને પણ પરીક્ષા આપી સારી ટકાવારી સાથે પાસ થાય તે માટે અથાક પ્રયાસો કરવામાં આવેલ છે અને ભાવનગર જેલ તેમને સારા માર્ક સાથે પાસ થાય તે માટેની ભાવનગર જિલ્લા જેલ અધિક્ષક જે.આર તરાલ તથા જેલર આર બી મકવાણા સહિતે શુભેચ્છા પાઠવી હતી.

Previous articleવર્ષમાં બીજી વખત ૧૩ મી જુલાઈ બપોરે ૧૨:૪૭ કલાકે વર્ષમાં બીજી વખત થયો પડછાયો ગાયબ.
Next articleભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના બાયોપિક પર બનશે ફિલ્મ