બરવાળાના યુવાનોએ વિવાનના ઇલાજ માટે રૂ. ૧.૮૫ લાખ ભેગા કર્યા

752

યુવા ટીમે ૧૦ દિવસમાં રુપિયા ૧ લાખ ૮૫ હજાર ૫૦૦ ભેગા કરી રૂબરૂ વિવાનના પિતાને આપ્યા
ધૈર્યરાજની જેમ કુદરતી બીમારીથી પીડાઇ રહેલા જૂનાગઢના વિવાન વાઢેરને પણ ઇલાજ માટે કોરોડો રૂપિયાની જરૂર છે. વિવાનની સારવાર માટે રુપિયા ૧૬ કરોડની જરૂરિયાત હોવાથી ભાવનગરના બરવાળામાં સેવાભાવી યુવાનો દ્વારા ’ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ અભિયાન તા.૩ જુલાઈના રોજ શરૂ કરવામાં આવ્યું હતું, આ અભિયાન દરમિયાન સેવાભાવી ૧૦ યુવાનો દ્વારા વિવાનની મદદ માટે બરવાળાના રોડ, ઘરે ઘરે જઈને અને રાહદારીઓને મદદ માટે અપીલ કરીને ફાળો એકત્રિત કરાઇ રહ્યો છે. આજે ૧૩ જુલાઈ સુધી આ યુવા ટીમે રુપિયા ૧.૮૫ લાખ ભેગા કર્યા છે.વિવાન વાઢેળ નામના અઢી મહિનાના બાળકને જીસ્છ સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફિ નામની ગંભીર બીમારી છે. આ ગંભીર બીમારીની સારવાર માટે રુપિયા સોળ કરોડ રૂપિયાની જરૂરિયાત હોવાથી બરવાળા સેવાભાવી યુવા ટીમ આગળ આવીને આ ૧૦ દિવસમાં રુપિયા ૧ લાખ ૮૫ હજાર ૫૦૦ રોકડા ભેગા કરી રૂબરૂ તેના પિતાને આપ્યા હતા.વિવાનના પિતા અશોકભાઈએ જણાવ્યું હતું કે, હજુ સુધી રોકડ રકમ આવેલી તેમા બરવાળા સેવાભાવી મિત્રોનું દાન સૌથી મોટું છે. આ યુવાનોની મહેનત રંગ લાવી અને અશોકભાઈ યુવાનોને સેવાકાર્યમા સાથ આપનાર તેમના પરિવારજનો તેમજ યુવાનોનો આભાર માન્યો હતો.બરવાળાના યુવાનોએ નાનકડા વિવાનને રમાડી તેની ખબર અંતર પૂછી વિવાનના માતા-પિતાને હિંમત આપી હતી અને હજુ તેમને વધુ પૈસાની જરૂર હોવાથી વધુમા વધુ મદદ બરવાળા સેવાભાવી યુવા ટીમ તરફથી કરવામાં આવશે તેમજ બીજા પાસે પણ મદદ કરવાનું વચન આપ્યું હતું. આમ બરવાળાના સેવાભાવી યુવા કાર્યકરોની માનવતા સમગ્ર બોટાદ જિલ્લો ગર્વ અનુભવી રહ્યો છે અને સેવાભાવી મિત્રોની સમગ્ર પંથકમા ભારે પ્રશંસા થઈ રહી છે.

Previous articleભાવનગરના સિહોર તાલુકામાં આગેવાનો કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા
Next articleભાવનગરમાં ગાયત્રી શક્તિ પીઠ દ્વારા અષાઢ નવરાત્રીના ઉપક્રમે હવન યોજાયો