અષાઢ નવરાત્રી ચાલી રહી છે તેના ઉપક્રમે ચિન્મય ભાવાશ્રમ કાળીયાબીડ, કે.પી.ઈ.એસ. સ્કૂલ પાસે આવેલ ગાયત્રી શક્તિ પીઠ દ્વારા હવન યોજાયો હતો. આ હવનના મુખ્ય યજમાન સ્થાને દીવાકરભાઈ પુરોહિત, વનીતાબેન રહ્યાં હતા, ત્યારબાદ ગાયત્રી હવનની વિધિવત શરૂઆત થઇ, ત્રણ માળનો હવન કરવામાં આવ્યો, તેમાં ઉપસ્થિત સર્વેને ક્રમાનુસાર બોલાવાયા અને તેઓએ આહૂતિ આપી હતી. હાલ કોરોનાની શિસ્ત જાળવવા મિશનનાં કાર્યકાક્ષ સમિતિના મર્યાદિત સભ્યોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન રૂપે જનાર્દનભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે કાર્યક્રમની શરૂઆતે ડૉ. પાયલ અરોડાએ પ્રાર્થના કર્યા બાદ કાર્યક્રમની રૂપરેખા આપી હતી ત્યારબાદ નીલા ઓઝાએ ગાયત્રી હવન અભિયાનની રૂપરેખા આપી હતી જે મુજબ છેલ્લા છ વર્ષોથી મિશન દ્વારા દર મહિનાના પહેલા રવિવારે હવનનું આયોજન થતુ હતું, તે કોરોનાની પરિસ્થિતિમાં દર શનિવારે થવા લાગ્યું છે ખાસ તો હાલ કોરોનાને કારણે ઘરે ઘરે હવન થાય તેની વ્યવસ્થા થઇ કરી અને લોકો સાથે વર્ચ્યુઅલ માધ્યમે તેમાં સૌ-જોડાતા અનેક કુટુંબો હવન અભિયાન જોડાયા હતા.આ જ પ્રવૃત્તિનાં વિશેષ સંકલ્પ રૂપે આચાર્ય સમાત્માજીનાં સંકલ્પથી આશ્રમમાં ગાયત્રી શક્તિ પીઠ સાકાર થયેલ છે.ત્યારબાદ પૂજ્ય આચાર્ય દ્વારા શક્તિ પીઠની રચના કેવી રીતે કરવામાં આવી તેની વિગતો આપવામાં આવી હતી. આ કાર્યને મૂર્તિમંત કરવામાં જુદાં-જુદાં વ્યક્તિઓએ સેવા આપી છે, તેના વિશે ડૉ. પૂજા શાહે, જીજ્ઞેશભાઈ, રાજુભાઈ, કલ્પેશભાઈ વિગેરેએ સેવા આપી હતી, આચાર્યના અધ્યક્ષ સ્થાને સમગ્ર કાર્યક્રમ સંપન્ન થયો હતો.