શહેરના ભરતનગર કૌશલ્યાપાર્ક ખાતે વકાણી પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજરોજ કૃષ્ણ જન્મ ઉત્સવ અને રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ ઉજવ્યો હતો. જેમાં પૌરાણિક રીતીરીવાજ મુજબ ભગવાન કૃષ્ણની જાન બળદગાડામાં કાઢવામાં આવી હતી. આ ભાગવત સપ્તાહમાં વકાણી પરિવાર તેમજ વિસ્તારના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.