સાંસદ ધડુકના ભાઇની નર્સિંગ કોલેજમાં તસ્કરો ત્રાટક્યાઃ ૧૧ લાખથી વધુની ચોરી

401

(જી.એન.એસ)ગોંડલ,તા.૧૩
પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુકના મોટાભાઈની ગોંડલ તાલુકાના ગોમટા ગામની સીમમાં આવેલી નર્સિંગ કોલેજમાં તસ્કરો ત્રાટક્યા હતા અને કોલેજની તિજોરી તોડી રોકડા રૂ.૧૧ લાખની ચોરી કરી લઇ જતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.પ્રાપ્ત વિગતો મુજબ પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુકના રાજકોટ રહેતા મોટાભાઈ અને ગોમટા ખાતે ધડુક એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બાલાજી કોલેજ ઓફ નર્સિંગ તથા લો કોલેજ ચલાવતા મનસુખભાઇ લવજીભાઇ ધડુકની કોલેજમાં ગત રાત્રિના કોઇ અજાણ્યા શરીરે ચાદર ઓઢેલી આશરે ૩૦થી ૪૦ વર્ષ જેટલી ઉંમરવાળા ચાર શખ્સે રાત્રિના સમયે કોલેજના ગ્રાઉન્ડમાં આવી કોઇ પણ રીતે પ્રિન્સિપાલ ઓફિસની બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કરી ઓફિસના ટેબલના ખાના ફંફોળ્યા હતા.ઓફિસમાં પ્રવેશી ત્યાં પડેલી તિજોરી કોલેજના ગ્રાઉન્ડમાં લઇ જઇ પથ્થરો તથા લોખંડના નાના સળીયા વડે તીજોરી તોડી તીજોરીમાં રાખેલા રૂ.૬,૦૯,૦૦૦ એક્ઝામ ફી, રૂ.૭,૮૦,૦૦૦ ટ્યુશન ફીના મળી કુલ રોકડા રૂ. ૧૧,૮૯,૦૦૦ની ચોરી કરી લઇ તીજોરી ગ્રાઉન્ડમાં મુકી નાસી ગયા હતા. બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા ઁજીૈં એમ.જે. પરમારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleતામિલ ફિલ્મ ‘સૂરારાઈ પોટ્રુ’ની હિન્દી રીમેક બનશે, એક્ટર સુરિયાએ કરી જાહેરાત
Next articleમેમોથી બચવા ખોટા રજિસ્ટ્રેશનવાળા બાઇક સાથે એક ઇસમ ઝડપાયો