તીનપત્તીનો જુગાર રમતા બે મહિલા સહિત ૧૩ ઝડપાયા

728
bvn1342018-15.jpg

સિહોર તાલુકાના સખવદર ગામ નજીકની વાડીના શેઢે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે મહિલા સહિત ૧૩ વ્યક્તિઓને એલસીબી ટીમે રેડ કરી રૂા.પ,પ૯,૭ર૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
ભાવનગર એલ.સી.બી.નાં સ્ટાફનાં માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન શિહોર, ટાણા ચોકડીએ આવતાં પો.કો. ચંદ્દસિંહ વાળા તથા ભહિપાલસિંહ ચુડાસમાને સંયુકત રીતે બાતમીરાહે હકિકત મળેલ કે,શિહોર તાલુકાનાં સખવદર ગામે રાજપરા (ટાણા) જવાનાં ગાડા માર્ગે ભાવેશભાઇ ગોવિંદભાઇ ચાવડાની વાડીનાં શેઢે જાહેર માર્ગ ઉપર લીમડા નીચે અમુક ઇસમો ગંજીપતાનાં પાના-પૈસા વડે હારજીતનો તીનપતીનો જુગાર રમે છે. જે બાતમી આધારે રેઇડ કરતાં જીતુભાઇ જેન્તીભાઇ જાદવ, સાજીદભાઇ રમજાનભાઇ મેરાણી, મનોજ ભોળાભાઇ બારૈયા, કમલેશ ભુપતભાઇ ગૌસ્વામી, ધીરૂભાઇ લક્ષ્મણભાઇ સોલંકી, ઘનશ્યામ મેરામણભાઇ ચૌહાણ, રાજુભાઇ શીવાભાઇ પરમાર, અશોક નાગજીભાઇ બારૈયા, જગદિશ ઉર્ફે કાળુ કાળુભાઇ પરમાર, ભરતભાઇ શામજીભાઇ ચૌહાણ, મથુર ભોળાભાઇ બારૈયા, ફરીદાબેન બરકતભાઇ ભીમડીયા, રંભાબેન કાળુભાઇ શીવાભાઇ બારૈયા પાસેથી ગંજીપતાનાં પાના-પૈસા વડે હારજીતનો તીનપતી નો જુગાર રમતાં રોકડ રૂ.૬૯,૨૨૦/-,મોબાઇલ નંગ-૯ કિ.રૂ.૧૦,૫૦૦/-, મારૂતિ ઝેન કાર રજી.નં.જીજે ૧ બીકે ૭૧૧૬ કિ.રૂ.૫૦,૦૦૦/-,મારૂતિ ઇકો કાર રજી.નં.જીજે ૪ સીઆર ૭૪૩૩ કિ.રૂ.૨,૦૦,૦૦૦/-, મારૂતિ ઇકો કાર રજી. નં.જીજે ૪ સીજે ૯૯૩૧ કિ.રૂ.૨,૦૦,૦૦૦/- તથા સ્માર્ટ આઇ સ્પ્લેન્ડર મો.સા.-૧ જીજે ૪ સીકે ૨૪૭૩ કિ.રૂ. ૩૦,૦૦૦/- મળી કુલ રૂ.૫,૫૯,૭૨૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ.આ રેઇડ દરમ્યાન મારૂતિ ઇકો કાર રજી.નં. જીજે ૪ સીઆર ૭૪૩૩નાં ચાલક નાસી ગયેલ.જેથી તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી શિહોર પોલીસ સ્ટેશન માં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ. 
આ કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં પૃથ્વીરાજસિંહ ગોહિલ, જયેન્દ્દસિંહ રાયજાદા, ચંદ્દસિંહ વાળા, અજયસિંહ વાઘેલા, ભહિપાલસિંહ ચુડાસમા, શકિતસિંહ ગોહિલ, કેવલભાઇ સાંગા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Previous article૧ર ગામના ખેડૂતોએ ઘોઘા ખાતે પ્રતિક ધરણા યોજ્યા
Next articleપાંચ લાખનો તોડ કરનાર બોગસ પત્રકાર બે દિવસના રીમાન્ડ પર