કોપીરાઇટ કાયદાના ઉલ્લંઘન મામલે ફ્રાન્સે ગૂગલને ૪૪૦૦ કરોડનો દંડ ફટકાર્યો

612

(જી.એન.એસ.)પેરિસ,તા.૧૩
ગૂગલ અને ફ્રાન્સ વચ્ચે ટકરાવ વધી રહ્યો છે. ગૂગલ પર ફ્રાન્સે ૫૦૦ મિલિયન યૂરો (આશરે ૪,૪૦૦ કરોડ રૂપિયા) નો દંડ ફટકાર્યો છે. ફ્રાન્સે ગૂગલ પર સબ્લિશર્સની સાથે વિવાદના મામલામાં કોપીરાઇટના ઉલ્લંઘનનું દોષી ગણાવતા કાર્યવાહી કરી છે.ફ્રાન્સ કમ્પીટીશન રેગુલેટરએ ગૂગલ પર ૫૦૦ મિલિયન યૂરોનો દંડ ફટકારતા કહ્યું કે, દિગ્ગજ ટેક કંપનીએ પબ્લિશર્સના સમાચારનો ઉપયોગ કરવાના બદલામાં ચુકવણી કરવી પડશે. ફ્રાન્સના એન્ટ્રીટ્રસ્ટ વોચડોગે ગૂગલને અસ્થાયી રીતે તે આદેશોનું પાલન ન કરવાનું દોષી ગણાવ્યું છે. જે હેઠળ ફ્રાન્સના ન્યૂઝ પબ્લિશર્સને તેના કન્ટેન્ટના ઉપયોગ કરવાને બદલે ગૂગલે વળતર આપવાનું છે. આ મામલામાં અમેરિકી ટેક કંપની ગૂગલને બે મહિનાનો સમય આપવામાં આવ્યો છે. કંપનીએ બે મહિનાની અંદર એક પ્રસ્તાવ રજૂ કરી જણાવવું પડશે કે આખરે તે ન્યૂઝ એજન્સીઓ અને પબ્લિશર્સને તેના કન્ટેન્ટના બદલામાં વળતર કઈ રીતે આપશે. જો ગૂગલ બે મહિનામાં આ કરવામાં નિષ્ફળ રહ્યું તો તેણે દરરોજના હિસાબથી ૯૦૦,૦૦૦ યૂરો (આશરે ૧ મિલિયન ડોલર) નો વધારાનો દંડ આપવો પડશે.

Previous articleટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર ખેલાડીને ૬ કરોડ આપશે યોગી સરકાર
Next articleકોરોનાના કેર વચ્ચે અમેરિકામાં રહસ્યમય બીમારીથી હજારો પક્ષીઓના મોત