(જી.એન.એસ)મુંબઈ,તા.૧૩
બોલિવૂડ સ્ટાર આયુષ્માન ખુરાના ચાહકો વચ્ચે તેમના જોરદાર અભિનય માટે જાણીતા છે. આયુષ્માનની દરેક ફિલ્મને ચાહકો ઘણી પસંદ કરે છે. વિવિધ વિષયો પર ફિલ્મો કરનારા આયુષ્માનની દરેક ફિલ્મની ચાહકો હંમેશા રાહ જુએ છે, જે અભિનેતાની નવી ફિલ્મ ’ડોક્ટર જી’ વિશે હવે એક અપડેટ બહાર આવ્યું છે.અભિનેતા તેમની આગામી ફિલ્મ ‘ડોક્ટર જી’ના શૂટિંગ માટે ભોપાલ જવા રવાના થયા છે. તેમણે આજે મુંબઈથી તેની ફ્લાઈટ પકડી છે. આયુષ્માન ખુરાના લગભગ એક મહિના સુધી ભોપાલમાં આ ફિલ્મનું શૂટિંગ કરવાના છે. આયુષ્માન ખુરાનાએ ’ડોક્ટર જી’ની જબરદસ્ત સ્ક્રિપ્ટને કારણે આને પસંદ કરી છે. ફિલ્મ ’ડોક્ટર જી’ એક એવી સ્ક્રિપ્ટ છે જે આયુષ્માનને સુપર ફ્રેશ રીતે રજૂ કરશે અને ભારતભરના પ્રેક્ષકોને આકર્ષિત કરશે.
આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના સાથે રકુલ પ્રીત સિંહ પણ જોવા મળશે. બંને સ્ટાર્સને સાથે જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મમાં આયુષ્માન જ્યારે ડૉ.ઉદય ગુપ્તાની ભૂમિકા ભજવશે, ત્યારે રકુલ મેડિકલની વિદ્યાર્થી ડૉ. ફાતિમાની ભૂમિકામાં જોવા મળશે.અભિનેતાની આ આગામી ફિલ્મનો કોન્સેપ્ટ સંપૂર્ણપણે જુદો અને રસપ્રદ છે. ફિલ્મની વાર્તાને નવી શૈલી સાથે જોડવામાં આવી છે. ચાલો તમને જણાવી દઈએ કે આ ફિલ્મ અનુભૂતિ કશ્યપ દ્વારા સહ-લેખિત અને દિગ્દર્શિત છે. આ ફિલ્મ સુમિત સક્સેના, વિશાલ વાઘ અને સૌરભ ભારત દ્વારા લખવામાં આવી છે.આયુષ્માન ખુરાનાએ કહ્યું હતું, ડોક્ટર જીએ એક એવી વાર્તા છે જેનાથી મને તરત જ પ્રેમ થઈ ગયો હતો, આ એક નવા પ્રકારની વાર્તા રજૂ કરવાવાળી ફિલ્મ છે. ફિલ્મ સાવ જુદી છે અને તેનો કોન્સેપ્ટ એકદમ સરસ છે. આ ફિલ્મ ખૂબ હસાવશે. હું મારી કારકિર્દીમાં પ્રથમ વખત ડૉક્ટરનું પાત્ર કરવા માટે ઉત્સાહિત છું.
Home Entertainment Bollywood Hollywood આયુષ્માન ખુરાના આગામી ફિલ્મ ’ડોક્ટર જી’ના શૂટિંગ માટે ભોપાલ જવા રવાના થયા