યશપાલ શર્માના નિધનની ખબર સાંભળી કપિલ દેવ ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યા

515

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૧૩
પૂર્વ ક્રિકેટર યશપાલ શર્માનું ૬૬ વર્ષની વયે નિધન થયું છે. તેઓ ૧૯૮૩માં ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર ટીમના સભ્ય હતા. બાદમાં તેઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં સિલેકટર પણ રહ્યા. શર્માના નિધન પર તેમની સાથી અને ૮૩વાળી ટીમના કેપ્ટન કપિલ દેવ ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યા. તેમણે કહ્યું, થોડાંક સપ્તાહ પહેલાં જ તેમની યશપાલ સાથે મુલાકાત થઇ હતી.
કપિલ દેવે કહ્યું, મને તો હજી પણ લાગી રહ્યું છે કે આ સાચું નથી. મને કંઇ સમજાતું જ નથીપહજી તો અમે થોડાંક સપ્તાહ પહેલાં જ મળ્યા હતા અને ખૂબ જ સારા સ્વભાવના હતા. ભગવાનની જે મરજી હોય તેની સાથે આપણે લડી શકતા નથી. હાં ભગવાનને આજે પૂછીશું ચોક્કસ કે આવું ના કરો કપિલ દેવએ કહ્યું, ખૂબ જ અજીબ લાગી રહ્યું છે. હું મારી જાતને સંભાળી શકું તેમ નથી. ફ્લાઇટ લઇ સીધો દિલ્હી જઇ રહ્યો છું. બસ એટલું જ કહીશ રેસ્ટ ઇન પીસપવી લવ યુ યશ! ૩૭ ટેસ્ટ અને ૪૨ વનડે મેચ રમનાર યશપાલ ૧૯૮૩ વર્લ્ડકપમાં ભારતની તરફથી સૌથી વધુ રન બનાવનારમાં બીજા નંબર પર હતા. થોડાંક દિવસ પહેલાં જ તેમણે પોતાના ટિ્‌વટર એકાઉન્ટ પર વર્લ્ડ કપની એક ક્લિપ પણ શેર કરી હતી જેમાં તેમણે ઇંગ્લેન્ડની સામે મેચમા શાનદાર જીતની યાદ અપાવી હતી.પૂર્વ ક્રિકેટર દિલીપ વેંગસરકરે કહ્યું, તેમને સમજાતું નથી કે કેવી પ્રતિક્રિય આપે. વેંગસરકરે કહ્યું, થોડાંક સપ્તાહ પહેલાં જ યશપાલને મળ્યા હતા અને તેઓ ઘણા ફિટ દેખાતા હતા. તેમણે કહ્યું, આવો અકસ્માત સર્જાશેપકયારેય વિચાર્યું નહોતું. વેંગસરકર અને યશપાલ ઘણી ક્રિકેટમાં સાથે રમ્યા છે.

Previous articleઆખી ઇમારત સીલ થયાના સમાચારમાં કોઈ સત્ય નથીઃ સુનીલ શેટ્ટી
Next articleવેસ્ટ ઈન્ડિઝે ઓસ્ટ્રેલિયાને ત્રીજા ટી-૨૦માં ૬ વિકેટે હરાવ્યું, શ્રેણીમાં ૩-૦થી કબજો કર્યો