એરકુલરમાં બેસીને ધરણા કરતી ભાજપ લોકતંત્ર બચાવોનું નાટક કરે છે : સંજયસિંહ

653
bvn1342018-12.jpg

ખેડુતોને પોતાના હક માટેની લડાઈમાં સરકારી તંત્રના દબાણથી (ઘોઘા) મામલતદાર દ્વારા ધારણાની  મંજૂરી નથી આપવામાં આવતી જ્યારે બીજી બાજુ ગુજરાત અને કેન્દ્રમાં ભાજપા સતામાં હોવા છતાં ખોટા તાયફાઓ કરી એરકુલરમાં બેસી ઉપવાસ કરવાની મંજૂરી આપવામાં આવે છે. આ તે કેવો ન્યાય ખેડૂતો સાથે કયા સુધી અત્યાચાર, અન્યાય થતો રહેશે  ? સરકારે પોતે લોકતંત્ર બચાવો ઉપવાસ કરવા પડે તો ખેડૂતો, ગરીબ, મધ્યમ વર્ગનું શુ ? સરકાર ખેડૂતોની બાબતમાં બિલકુલ નિસહાય છે. ખેડૂતોની વાત સાંભળવા કોઈ તૈયાર નથી. ઘોઘા ભાવનગરના ૧૨ ગામના ખેડૂતોની વેદના સાંભળવા સરકાર તૈયાર નથી કે નથી ખેડુતની લાગણી માત્ર સરકારી તંત્રો દુરુપયોગ કરી ખેડૂતોને દબાવી જમીન પડાવી લેવાનો કારશો કરી રહી છે. ખેડૂતોને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા મામલતદાર કચેરી ધરણા માટે મંજૂરી આપવામાં નથી આવતી શુ આ છે લોકશાહી ? લોકશાહીમાં દરેકને પોતાની વાત અને  પોતાનો હક માંગવાનો અધિકાર છે ત્યારે સરકાર ખેડૂતોને દબાવી, ધમકાવી, આંદોલન રોકી જે અત્યાચાર, અન્યાય થાય છે તેની પાછળ જવાબદાર સરકાર ખેડૂતોને ન્યાય આપશે કે કેમ ? 
જ્યારે બીજી બાજુ ભાજપા ગુજરાત અને કેન્દ્રમાં સરકારમાં હોવા છતાં એરકુલરમાં બેસી ઉપવાસ અને ધરણા કરી લોકતંત્ર બચાવો ના નાટક કરે છે જનતા સારી રીતે ઓળખી ગઈ છે હવે નાટક બન્ધ કરી જનતાને આપેલા વાયદા અને વચનો પુરા કરો નહિતર ખુરસી ખાલી કરો તેમ તા.પં. અને ભાવ. જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ સંજયસિંહ ગોહિલ (માલપર)એ રોષ વ્યક્ત કરતા જણાવેલ.

Previous articleપાંચ લાખનો તોડ કરનાર બોગસ પત્રકાર બે દિવસના રીમાન્ડ પર
Next articleભાજપ દ્વારા ઘોઘાગેટ ચોકમાં ધરણા