પાટીદાર અગ્રણીઓ અને આંદોલનના કન્વીેનરો સાથે બેઠક યોજાશે

758
gandhi2292017-4.jpg

પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા પાટીદાર આંદોલન સંદર્ભે યોગ્યર નિરાકરણ લાવવા રાજય સરકારને રજુઆત કરી હતી. તે સંદર્ભે રાજય સરકાર આગામી ૨૬ મી સપ્ટેમ્બર ૨૦૧૭ ને મંગળવારના રોજ ગાંધીનગર ખાતે સમાજના અગ્રણીઓ અને પાટીદાર આંદોલનના કન્વીનરો મળી કુલ-૧૦૦ થી વધુ અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણા કરશે, તેવું નાયબ મુખ્યામંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ હતુ. 
પાટીદાર આંદોલનના કન્વીોનરો દ્વારા સમાજની વિવિધ સંસ્થાજઓના  અગ્રણીઓને રૂબરૂ મળી આંદોલનનું યોગ્યુ નિરાકરણ લાવવા સમાજના અગ્રણીઓ સરકાર સાથે વાટાઘાટ કરે અને સમાજના અગ્રણીઓને ધ્યાનમાં રાખી જે માંગણી કરાઇ હતી તે અંગે યોગ્ય નિરાકરણ આવે તે હેતુથી માન્ય સંસ્થાઓ અને સમાજના અગ્રણીઓ દ્વારા રાજય સરકારને રજુઆત કરાતા આ બેઠક યોજવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી તથા અન્ય  સીનીયર આગેવાનો ઉપસ્થિકત રહી ચર્ચા વિચારણા કરી યોગ્ય નિર્ણય લાવવા પ્રયાસો હાથ ધરાશે. 
૨૬ મી સપ્ટેજમ્બરર ના રોજ યોજનાર આ બેઠક માટે પાટીદાર સમાજની ૬ જેટલી સંસ્થાંઓ ઉમીયા માતા ટ્રસ્ટઓ-ઉંઝા, ખોડલધામ ટ્રસ્ટે-કાગવડ, રાજકોટ ઉમીયા માતા મંદિર, સિદસર, સમસ્તર પાટીદાર સમાજ-સુરત, શ્રી સરદાર ધામ-અમદાવાદ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, અમદાવાદ અને આંદોલનકારી સંસ્થાના હોદ્દેદારોને આમંત્રણ અપાશે. આ બેઠકમાં સમાજ દ્વારા જે માંગણીઓના મુદ્દા રજુ કરાયા હતા તે અંગે ચર્ચા-વિચારણા કરાશે.

Previous articleવડાલી તાલુકાના તળાવોની મુલાકાત લેતા રમણલાલ વોરા
Next articleબીબીઍનાં વિદ્યાર્થીઓનું બજાજ ફાયનાન્સીયલ સર્વિસ પ્રાઈવેટ લી.માં ઇન્ટર્નશીપ પ્લેસમેંટ