આ વીડિઓ પાલીતાણાનો છે તે અંગે વન વિભાગે હજી પુષ્ટિ નથી કરી
થોડા દિવસ પહેલાં પણ મહુવા-તળાજા હાઇવે રોડ પર સિંહનો વીડિયો વાયરલ થયો હતોભાવનગર જિલ્લાના પાલીતાણાના રાજસ્થળી ગામની આજુબાજુ વિસ્તારમાં બે સિંહો લટાર મારતો હોય તેવો વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બાઈક લઈ પસાર થઈ રહેલા રાહદારીએ તેના મોબાઈલમાં આ વીડિઓ કેદ કર્યો છે. જેમાં બંને સિંહો લટાર મારતા હોય તેવું દેખાઇ રહ્યું છે. જોકે, આ વીડિઓ પાલીતાણાનો છે તે અંગે વન વિભાગે હજી પુષ્ટિ કરી નથી. વન વિભાગે વાયરલ વીડીયો અંગે તપાસ હાથ ધરી છે.થોડા દિવસ પહેલાં પણ મહુવા-તળાજા હાઇવે રોડ પર સિંહ લટાર મારતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. મહુવા-તળાજા હાઇવે રોડ પર અચાનક સિંહ રોડ પર લટાર મારતો હોય તેવો વીડિયો એક કાર ચાલકે ઉતાર્યો હતો. સાંજના સમયે ચારો કરીને પોતાના મુકામે પરત ફરતા સિંહે દોડ મૂકી હતી અને ગાયો પોતાનો જીવ બચાવવા દોડી હોય તેવા દર્શયો દેખાયા હતા.ભાવનગર જિલ્લામાં પાલીતાણા, જેસર, પાલીતાણાના ભંડારીયા, તળાજા જેવા દરિયાકાંઠા ગામો અને વાડી વિસ્તારમાં, તળાજાના ગામો, મહુવા ગ્રામ્ય વિસ્તારોમાં એનકવાર સિંહો લટાર મારતા હોય તેવો વીડિઓ જોવા મળ્યા છે.