પીવી સિંધૂએ આંગળીઓ પર નેઇલ આર્ટમાં ઓલિમ્પિકના પ્રતિક ચિતરાવ્યુ

322

(જી.એન.એસ)ડબલિન,તા.૧૪
ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધૂ પાસે થી ઓલિમ્પિકમાં આશાઓ બંધાયેલી છે. મંગળવારે પીએમ નરેન્દ્ર મોદીએ ઓલિમ્પિક જનારા એથલેટો સાથે વાતચીત કરી હતી. જે દરમ્યાન સિંધૂ સાથે પણ વાત કરી હતી. મહિલા બેડમિન્ટન સ્ટાર સિંધૂ એ બેડમિન્ટન કોર્ટ ને લઇ તૈયારીઓ ભરપૂર કરી છે. પરંતુ ઓલિમ્પિક પ્રત્યેના ઉત્સાહને છલકાવતા તે રોકી શકી નથી. સિંધૂએ પોતાના હાથોની આંગળીઓ પર નેઇલ આર્ટમાં ઓલિમ્પિકના પ્રતિક ચિતરાવ્યુ છે.બેડમિન્ટન સ્ટાર પીવી સિંધૂ એ એક તસ્વીર પોતાના ટ્‌વીટર હેન્ડર દ્વારા શેર કરી હતી. જેમાં તેણે પોતાના લેફ્ટ હેન્ડની આંગળીઓની તસ્વીર શેર કરી છે. જે તસ્વીરમાં તેની આંગળીઓ પરના નખ પર સુંદર આર્ટ જોવા મળ્યુ હતુ. તે આર્ટ સિંધૂનો ટોક્યો ઓલિમ્પિક પ્રત્યેના ઉમળકા સ્વરુપ હતુ. આંગળીઓના નખ પર કરેલ નેઇલ આર્ટમાં ઓલિમ્પિકનુ પાંચ રિંગો વાળુ રંગીન પ્રતિક દોરેલુ હતુ. આ માટે તેણે રિંગ ફિંગર અને મિડલ ફિંગરના નેઇલ પર આર્ટ કરાવ્યુ હતુ. જે એકદમ સુંદર લાગી રહ્યુ હતુ.
પીવી સિંધૂની વાયરલ થવા લાગેલી આ તસ્વીર પર થી જ પામી શકાય છે કે, ખેલાડીઓને કેટલો ઉત્સાહલ છે. ઓલિમ્પિક માટે ટોક્યો જનારા દરેક ખેલાડીને દેશ માટે મેડલ લઇ આવવાનો જોશ છે. મંગળવારે વડા પ્રધાન મોદીએ ખેલાડીઓને, પ્રોત્સાહન આપવા માટે કરેલા વાર્તાલાપમાં ખેલાડીઓના ચહેરા પર જોશ છલકાતો હતો. ખેલાડીઓઓ ટોક્યો જઇ મેદાન મારી લેવા ઉત્સુક છે.પીવી સિંધૂ પહેલા ૨૦૧૬માં રિયો ડી જાનેરિયો ઓલિમ્પિકમાં ભારતને ગૌરવ અપાવી ચુકી છે. તે ભારતીય ઇતિહાસમાં બીજી એવી ખેલાડી છે કે, જેણે બેડમિન્ટન ઓલિમ્પિક જીત્યો હતો. જે દરમ્યાન તે ફાઇનલમાં સ્પેનની કેરોલીના મારિન સામે હારી જતા, સિલ્વર મેડલ મળ્યો હતો. સિલ્વર મેડલ અપાવી સિંધૂએ ભારતીયોને સિલ્વર સફળતાનુ ગૌરવ અપાવ્યુ હતુ. ટોક્યો માં સિંધૂ થી દેશ ફરી એકવાર સફળતાની આશા રાખી રહ્યુ છે.

Previous articleત્રણ વર્ષ પૂર્વે શહેરની અલકા ટોકીઝ પાસે થયેલ હત્યા કેસમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા
Next articleછેલ્લા બે વર્ષ દરમ્યાન કામગીરીનાં અહેવાલનું હોમગાર્ડઝ જિલ્લા કમાન્ડન્ટ એસ. પી. સરવૈયાનાં હસ્તે વિમોચન