ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી વનડેમાં બાબર આઝમે ૧૪મી સદી ફટકારી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

158

(જી.એન.એસ)બર્મિંગહામ,તા.૧૪
ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી વનડે મેચમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે વનડે કરિયરની ૧૪મી સદી ફટકારી અને એક નવો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. બાબર આઝમ હવે વનડે ક્રિકેટમાં સૌથી ઓછી ઈનિંગમાં ૧૪ સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્‌સમેન બની ગયો છે. બાબર આઝમે હાશિમ અમલાનો રેકોર્ડ તોડતા આ સિદ્ધિ મેળવી છે. બાબર આઝમે ઈંગ્લેન્ડ વિરુદ્ધ શાનદાર ઈનિંગ રમી છે. તેણે ૭૨ બોલમાં પોતાની અડધી સદી અને ૧૦૪ બોલમાં સદી પૂરી કરી હતી. તેણે પોતાના કરિયરની ૮૧મી ઈનિંગમાં ૧૪મી વનડે સદી ફટકારી છે. આ સાથે તે સૌથી ઓછી ઈનિંગમાં ૧૪ વનડે સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્‌સમેન બની ગયો છે. બાબરે હાશિમ અમલાનો રેકોર્ડ તોડ્યો છે. અમલાએ ૮૪ ઈનિંગમાં ૧૪ સદી ફટકારી હતી, તો વોર્નરે ૯૮ ઈનિંગમાં આ કમાલ કર્યો હતો. પાકિસ્તાન સામે ત્રીજી વનડે બાબર આઝમ ૧૫૮ રન બનાવી આઉટ થયો હતો. બાબર આઝમે પાકિસ્તાન માટે ત્રીજા નંબર પર બેટિંગ કરતા અને વનડેમાં આ ક્રમ પર રમતા પોતાના કરિયરની ૧૪મી સદી ફટકારી છે. આ સદી સાથે તેણે જેક કાલિસનો રેકોર્ડ તોડ્યો છે. જેક કાલિસે વનડેમાં ત્રીજા ક્રમે બેટિંગ કરતા ૧૩ સદી ફટકારી હતી અને બાબર તેનાથી આગળ નિકળી ગયો છે. વનડેમાં ત્રણ નંબર પર બેટિંગ કરતા સૌથી વધુ સદી વિરાટ કોહલી (૩૬ સદી) ના નામે છે ૨૯ સદી સાથે રિકી પોન્ટિંગ બીજા સ્થાને છે. કુમાર સાંગાકારા ૧૮ સદી સાથે ત્રીજા સ્થાને છે તો હવે ૧૪ સદી સાથે બાબર ચોથા સ્થાને પહોંચી ગયો છે.

Previous articleઆઈસીસીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બીજી એડિશન માટે પોઈન્ટ સિસ્ટમની કરી જાહેરાત
Next articleઇંગ્લેન્ડે ત્રીજી વન ડેમાં પાકને હરાવી ૩-૦થી શ્રેણી જીતી