(જી.એન.એસ)અમદાવાદ,તા.૧૪
RTE હેઠળ એડમિશન પ્રક્રિયા શરુ હતી જેમાં વાલીઓને ઓનલાઈન ફોર્મ ભરીને અરજી કરી હતી. જે બાદ ૬ જુલાઈથી અરજી ચકાસવાની કામગીરી શરુ કરવામાં આવી હતી. જેમાં અનેક વાલીઓએ ફોર્મ ભરવામાં નાની-મોટી ભૂલ કરી હોવાથી ફોર્મ રીજેક્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં ૨૫૦૦૦ કરતા વધુના ફોર્મ રીજેક્ટ કરવામાં આવ્યા છે. જેથી વાલીઓને ભૂલ સુધારવા વધુ એક તક આપવામાં આવી શકે છે.RTE ની પ્રવેશ પ્રક્રિયા શરુ થતા રાજ્યભરમાં અનેક વાલીઓએ ફોર્મ ભર્યા હતા. ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ પણ કર્યા હતા. પરંતુ કેટલાક વાલીઓને આવકનો દાખલો, રજીસ્ટર ભાડા કરાર કે અન્ય વિગતોમાં ભૂલ કરી હતી. જેના કારણે રાજ્યમાં ૨૫૦૦૦ કરતા વધુ વાલીઓના ફોર્મ રીજેક્ટ કરવામાં આવ્યા છે. ફોર્મ રીજેક્ટ થતા વાલીઓએ શિક્ષણઅધિકારીની કચેર બહાર લાઈનો લગાવી હતી અને પોતાનું ફોર્મ સ્વીકારવા રજૂઆત કરી હતી. નાની ભૂલોને સુધારીને કેટલાકના ફોર્મ ફરીથી સ્વીકારવામાં આવ્યા હતા.
૧૫ જુલાઈએ પ્રવેશ માટેનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવાનો છે. પરંતુ હજુ ૨૫૦૦૦ કરતા વધુ વાલીઓના ફોર્મ રીજેક્ટ થયા છે. જેના કારણે અનેક વાલીઓ હજુ કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે. જેથી ફોર્મમાં સુધારા કરવા વાલીઓને એક તક આપવામાં આવી શકે છે. વાલીઓને હજુ એક તક આપવામાં આવે તો પ્રથમ રાઉન્ડ ૧૫ જુલાઈથી ૨-૩ દિવસ પછી જાહેર થઇ શકે છે.