સોશિયલ ડીસ્ટન્સ સાથે પરીક્ષાનું આયોજન કરવામા આવ્યું
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ગુરૂવારથી ધો.૧૦ અને ધો.૧૨ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનો આરંભ થયો છે.ભાવનગર જિલ્લામાં ધો.૧૦ અને ૧૨ના ૩૧,૭૩૮ જ્યારે રાજ્યમાં ૫.૫૨ લાખ રિપીટર વિદ્યાર્થી છે. પરીક્ષા માટે દરેક જિલ્લાને કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની કડક સૂચના અપાઇ છે. પહેલીવાર દરેક પરીક્ષાખંડમાં ૨૦ વિદ્યાર્થીઓને બેસાડાશે જેથી સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય રહે. ભાવનગર જિલ્લામાં કુલ ૧૪૪ બિલ્ડિંગમાં ૧૨૯૭ બ્લોક ખાતે કુલ ૩૧,૭૩૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, આ પરીક્ષા નિર્ભિકપણે યોજાય તેમજ કોરોનાની માર્ગદર્શિકાનું સંપૂર્ણપણે પાલન કરાયું હતું, આજે તા.૧૫મીએ પ્રથમ દિવસે ધો.૧૦માં સવારે ૧૦ વાગ્યાથી ગુજરાતી સહિતની પ્રથમ ભાષા, બપોરે ધો.૧૨ વિ.પ્ર.માં ૨ઃ૩૦ કલાકથી ભૌતિક વિજ્ઞાન, સામાન્ય પ્રવાહમાં સવારે ૧૦ કલાકથી ચિત્રકામ અને બપોરે સામાજિક વિજ્ઞાન, સહકાર પંચાયત અને નામાના મૂળ તત્વોની પરીક્ષાના પેપરો લેવામાં આવ્યા હતા.