ભાવનગર જિલ્લામાં સતત ચોથા દિવસે કોરોનાનો નવો ૧ કેસ, એક્ટિવ કેસની સંખ્યા ૧૩ થઈ

433

ભાવનગર ગ્રામ્યમાં ત્રણ દિવસ બાદ એક કેસ નોંધાયો
ભાવનગર જિલ્લામાં આજરોજ ૧ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૧ હજાર ૪૨૨ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં એકપણ કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ નોંધાયો ન હતો, જ્યારે ગ્રામ્ય એક પુરુષનો કોરોના રિપોર્ટ પોઝીટીવ કેસ નોંધાયો. આમ ત્રણ દિવસ બાદ ગ્રામ્યમાં એક કેસ નોંધાયો, સતત ચોથા દિવસે એક જ કેસ નોંધાયો હતો.ભાવનગર મહાપાલિકા વિસ્તારમાં ૦ અને તાલુકાઓમાં ૦ કેસ મળી કુલ ૦ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ સાત દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનું રહેશે. આમ જિલ્લામાં નોંધાયેલા ૨૧ હજાર ૪૨૨ કેસ પૈકી હાલ ૧૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૨૯૭ દર્દીઓનું અવસાન થયેલુ છે.

Previous articleબોટાદ માથી ૨૪ બાઈક સાથે ૨ વાહન ચોર ઝબ્બે
Next articleયામી ગૌતમ લાલ ચૂડા, ઝુમકા-સૂટ સલવારમાં દેખાઈ