કર્મકાંડી બ્રાહ્મણો વિરુધ્ધ ટિપ્પણી કરનાર ગોપાલ ઇટાલિયાને સબક શીખડાવવાની માંગ સાથે બ્રહ્મસેના દ્વારા આવેદન અપાયું
આમ આદમી પાર્ટીનો કુખ્યાત નેતા એ હિંદુ ધર્મ તથા બ્રહ્મ સમાજ અને કથાકારો, કર્મકાંડી બ્રાહ્મણો વિરુદ્ધ કથિત ટીપ્પણી ઓ તથા અભદ્ર નિવેદનો ને પગલે સમગ્ર હિંદુ સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે આ હલકી માનસિકતા ધરાવતાં મનોરોગી વિરુદ્ધ કાયદાની રૂએ પગલાં ભરવાની માંગ સાથે બ્રહ્મસેના દ્વારા સમગ્ર હિન્દુ સમાજને સાથે રાખી ગામેગામ ગોપાલ વિરુદ્ધ ઉગ્ર વિરોધ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.આમ આદમી પાર્ટીના નેતા અને વિવાદ નિવેદનો તથા સામાજિક અસ્થિરતા ઉભી કરવાનો અવારનવાર પ્રયત્ન કરનાર ગોપાલ ઈટાળીયા વિરુદ્ધ સમગ્ર રાજ્ય માં રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે બ્રાહ્મણ સમાજમાં અગ્રેસર બ્રહ્મસેના એ માથા ફરેલ ગોપાલ ઈટાળીયાને પડકાર ફેંકયો છે અને આરપારની લડાઈ લડી લેવા ખુલ્લી ચેલેન્જ કરી છે ત્યારે આ મનોવિકૃત નેતા ને કાયદાનો પાઠ ભણાવવાની માંગ સાથે આજરોજ રાજ્ય માં ગોપાલ વિરુદ્ધ આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો ભાવનગર બ્રહ્મસેના દ્વારા પણ વિશાળ સંખ્યામાં કાર્યકરોએ એકત્રિત થઈ ને કલેક્ટર ને આવેદનપત્ર આપી કાયદાકીય પગલાં ઓ લેવાની માંગ કરી હતી. સમગ્ર મુદ્દે બ્રહ્મસેના ના અધ્યક્ષ ભાવેશ રાજયગુરૂ એ જણાવ્યું હતું કે ગોપાલ જેવાં ઓને ભરીપીવા બ્રહ્મ સમાજ સક્ષમ છે બ્રહ્મ સમાજ આદિકાળથી માન-મર્યાદા સાથે સામાજિક દાઈત્વ અને ધાર્મિક જવાબદારી ઓનુ વહન કરે છે આથી એ માયકાંગલો નથી આથી સમાજ વિરોધી ઓ સાવધાન રહેજો જે શાસ્ત્ર વિદ્યા શિખવી શકે છે એને શસ્ત્રોનુ જ્ઞાન કયાય લેવા જવાનું ન હોય…! .