તાજેતરમાં ભાવનગર શહેર અને જિલ્લામાં ત્રાટકેલા તોઉ-તે વાવાઝોડાના કારણે અનેક વૃક્ષો ઘરાશાઈ થયા હતા જેના ભાગરૂપે ગુજરાત રાજ્યની ભાવનગર ખાતેની ગવર્નમેન્ટ મેડીકલ કોલેજમાં અમુક વૃક્ષો જમીનદોસ્ત થયેલા હતા જેને લઈ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ પટાંગણમાં વૃક્ષોરોપણનું આયોજન કરવામાં આવ્યું હતું, ભાવનગર શહેર અને જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાને કારણે હજારો વૃક્ષો ઘરાશાઈ થયા હતા તેને પોહચી વળવા હાલ અનેક સંસ્થાઓ દ્વારા ઠેરઠેર વૃક્ષો વાવી રહી છે, હાલમાં કોરોનાની પરિસ્થિતિમાં પ્રાણવાયુ ઓક્સિજનનું મહત્ત્વ સમજતા તથા પર્યાવરણની સુરક્ષાના અનુસંધાને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ કોલેજ પરીસર ખાતે વૃક્ષારોપણ હાથ ધરીને એક દ્રષ્ટાંત પૂરુ પાડયું છે. કોરોનાની પરિસ્થિતિમાં ઓક્સિજન અનેક રાજ્યોમાં ઉપણ સર્જાય હતી, અનેક સંસ્થાઓ દ્વારા પણ વૃક્ષો વાવી ને આ ઉણપ દૂર કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે. આ વૃક્ષોરોપણમાં ભાવનગર મેડિકલ કોલેજના ડીન ડો. હેમંત મહેતા, મેડિસિન વિભાગના વડા ડો.સુનિલ પંજવાણી, ફિઝીયોલોજી વિભાગના વડા ડો.ચિન્મય શાહ તેમજ વિદ્યાર્થીઓ જોડાયા હતા.