પરિણીતી ચોપરાએ લંડનમાં કોરોનાની વેક્સિન લીધી, થઇ ટ્રોલ

623

(જી.એન.એસ)લંડન,તા.૧૫
બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરાએ હાલમાં જ લંડનમાં કોરોનાની વેક્સિન લીધી હતી. પરિણીતીએ સો.મીડિયામાં વેક્સિન લીધા બાદની તસવીરો પણ શૅર કરી હતી. પરિણીતીએ લંડનમાં ફાઇઝરની વેક્સિન લીધી હતી. આ વાત સો.મીડિયા યુઝર્સને ખબર પડતાં જ તેને ખરું ખોટું સંભળાવ્યું હતું. સો.મીડિયામાં પરિણીતીએ વેક્સિન લીધા બાદની તસવીરો શૅર કરી હતી. એક તસવીર પ્રિયંકા ચોપરાએ ક્લિક કરી હતી. તસવીરો શૅર કરીને પરિણીતીએ કહ્યું હતું, ’મેં વેક્સિન લઈ લીધી છે. કેટલીક તસવીર ક્લિક કરી છે. મને બહુ જ દુખાવો થાય છે. વધુ પડતાં સ્માર્ટ લોકો માટે…સેલ્ફીની શોધ થઈ છે અને ડાબા હાથે લઈ શકાય છે.’ એક તસવીરમાં પરિણીતી હોટ વોટરબૅગ હાથ પર મૂકીને સૂતી હોય છે. આ તસવીર પ્રિયંકાએ ક્લિક કરી છે. આ તસવીરમાં પરિણીતી વેક્સિન લીધા બાદ બીમાર પડી હોય તેમ લાગી રહ્યું છે. પરિણીતીએ વિદેશી વેક્સિન લેતા યુઝર્સે ટીકા કરી હતી. એક યુઝરે કહ્યું, ’વેક્સિન લંડનમાં અને એક્ટિંગ ઇન્ડિયામાં.’ અન્ય એક યુઝરે કહ્યું, ’તે (પરિણીતી) લંડન માત્ર વેક્સિન લેવા માટે ગઈ હતી. તે ઇન્ડિયા વર્ઝનની વેક્સિન પણ લઈ શકતી હતી.’ અન્ય એક યુઝરે કહ્યું, ’શું ભારતમાં વેક્સિન ના મળી?’ તો અન્ય એકે કમેન્ટ કરી હતી, ’આને ભારતીય વેક્સિન પર વિશ્વાસ નથી.’ બીજા યુઝરે કહ્યું હતું, ’ભારતની વેક્સિન કેમ ના લીધી? શું તને તેના પર ભરોસો નથી? આ સેલેબ્સે ભારતીય વેક્સિન લેવી જોઈએ, જેથી અન્ય લોકો મોટિવેટ થઈને વેક્સિન લગાવે. પરિણીતી ચોપરા માર્ચ મહિનાથી ભારતની બહાર છે. તે ઘણાં સમયથી લંડનમાં છે.

Previous articleતાપસી પન્નુએ પોતાનું પ્રોડક્શન હાઉસ ’આઉટસાઇડર્સ ફિલ્મ્સ’ શરૂ કર્યું
Next articleઅભિનેત્રી મુનમુન દત્તાએ તેમના ચાહકોને ફેક પ્રોફાઇલ બનાવા વાળાથી બચવાની ચેતવણી આપી