ભારતીય મહિલા ટીમે ઇંગ્લેન્ડ સામેની અંતિમ મેચ હાર સાથે શ્રેણીની ગુમાવી

221

(જી.એન.એસ)ચેલ્મ્સફોર્ડ,તા.૧૫
ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો, ઇંગ્લેન્ડ પ્રવાસ શ્રેણીની હાર સાથે ખતમ થયો છે. મહિલા ટીમનો ઇંગ્લેન્ડ પ્રવાસ નિરાશાજનક રહ્યો હતો. બંને દેશ વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. બાદમાં વન ડે શ્રેણી ભારતે ગુમાવી અને પ્રવાસના અંતમાં ટી૨૦ શ્રેણી ગુમાવી હતી. ટી૨૦ શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચમાં ભારત સામે ઇંગ્લેન્ડે એ ૮ વિકેટે જીત મેળવી હતી. આ સાથે જ ઇંગ્લેન્ડે ૨-૧ થી સિરીઝ પોતાને નામે કરી હતી.પ્રથમ બેટીંગ કરતા ઓપનર સ્મૃતી મંધાનાએ ૭૦ રનની મદદ થી ૧૫૩ રનનો સ્કોર ખડક્યો હતો. જેના જવાબમાં ડેની વાયટ્ટે ૮૯ રનની તોફાની રમત રમી હતી. ૨-૩ ખેલાડીને બાદ કરતા ભારતીય ટીમમાંથી કોઇ બેટ્‌સમેન નિરંતર યોગદાન નહી આપવાનુ ટીમને ભારે પડ્યુ હતુ. સ્મૃતી મંધાના, હરમનપ્રિત કૌર અને ઋચા ઘોષ સિવાય કોઇ પણ બેટ્‌સમેન યૌોગ્ય પ્રદર્શન કરી શક્યા નહોતા. અંતિમ ્‌૨૦ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. જોકે ચોથા બોલ પર જ ટીમને શેફાલી વર્માના રુપમાં ઝટકો લાગ્યો હતો. શેફાલી શૂન્ય રન પર જ ક્લીન બોલ્ડ થઇ પેવેલિયન પરત ફરી હતી. હરલીન દેઓલ ૬ રન કરીને ફરી એકવાર નિરાશાજનક રમત રમી હતી. તે ચોથી ઓવરમાં પરત ફરી હતી. શેફાલી અને દેઓલની વિકેટ બાદ ઓપનર સ્મૃતી અને કેપ્ટન હરમનપ્રિતે બાજી સંભાળી હતી. બંને એ સંભાળીને રમવા સાથે, આકર્ષક શોટ્‌સ લગાવ્યા હતા. હરમપ્રિત વધારે ખૂલીને રમત રમી રહી હતી. સ્મૃતી અને હરમનપ્રિતે સ્કોરને ૮૦ રન સુધી પહોંચાડ્યો હતો. જોકે હરમનપ્રિત ફરી એકવાર તેની સારી શરુઆતને મોટા સ્કોરમાં ફેરવી શકી નહોતી. તે ૨૬ બોલમાં ૩૬ રન કરીને વિકેટ ગુમાવી બેઠી હતી. સ્મૃતી મંધાના એ શ્રેણીમાં બીજુ અર્ધશતક નોંધાવ્યુ હતુ. સ્મૃતીએ ૫૧ બોલમાં ૭૦ રન ફટકાર્યા હતા. આ માટે તેણે ૮ ચોગ્ગા અને ૨ છગ્ગા ફટકાર્યા હતા. અંતિમ ઓવરમાં યુવા વિકેટકીપર ઋચા ઘોષ એ ફક્ત ૧૩ બોલમાં ૪ ચોગ્ગાની મદદ થી ૨૦ રની ઇનીંગ રમી હતી. જેના થી ભારતે ઇંગ્લેન્ડ સામે ૧૫૩ રનનો સ્કોર ખડક્યો હતો.
ઇંગ્લેન્ડની શરુઆત સારી રહી નહોતી, પરંતુ જીત સુધી ટીમ પહોંચી શકવામાં સફળ રહી હતી. ભારતીય બોલર દિપ્તિ શર્માએ ઓપનર ટેમી બાઉમેન્ટ ને ૧૧ રન પર આઉટ કરી હતી. જોકે બાદમં ડેની વાયટ્ટ એ તોફાની બેટીંગ કરવી શરુ કરી હતી. તેણે ચારે બાજુ બાઉન્ડરી લગાવવી શરુ કરીને ભારતીય ટીમ માટે મુશ્કેલી સર્જી હતી. તેની સાથે ઓલરાઉન્ડર નેટ સિવરે પણ મજબૂત સાથ આપ્યો હતો. સ્પિન એટેક તેમની સામે જાણે બિનઅસરકારક નિવડ્યો હતો. બંને એ ઝડપી રમત રમીને ૧૬ ઓવરમાં ૧૩૦ રન નો સ્કોર પાર કરી આસાન જીત નિશ્વિત કરી દીધી હતી.

Previous articleવર્લ્ડ કપ ૨૦૧૯માં ભારત ઇંગ્લેન્ડ સામે જાણીજોઈને હાર્યું હતુ
Next articleઇંગ્લેન્ડ ગયેલી ભારતીય ટીમમાં કોરોનાની એન્ટ્રી, ઋષભ પંત સહિત ૨ ખેલાડી સક્રમિત