’એક્ટ્રેસ શાઈની દોશીએ બોયફ્રેન્ડ સાથે લીધા સાત ફેરા, કો-એક્ટ્રેસે તસવીરો-વિડીયો કર્યા શેર

234

(જી.એન.એસ)મુંબઈ,તા.૧૫
સીરિયલ ’પંડ્યા સ્ટોર’માં ધારાના રોલમાં જોવા મળતી એક્ટ્રેસ શાઈની દોશીના લગ્ન થઈ ગયા છે. શાઈનીએ બોયફ્રેન્ડ લવેશ ખૈરાજાણી સાથે ગુરુવારે (૧૫ જુલાઈ) સવારે લગ્ન કર્યા છે. મુંબઈમાં જ નજીકના મિત્રો અને પરિવારજનોની હાજરીમાં લવેશ અને શાઈનીએ ફેરા લીધા છે. શાઈનીની કો-એક્ટ્રેસ સિમરન બુદ્ધારૂપે લગ્નની તસવીરો અને વિડીયો શેર કર્યા છે.
શાઈનીએ લગ્ન માટે લાલ રંગની સાડી પર પસંદગી ઉતારી હતી. ટ્રેડિશનલ જ્વેલરી શાઈનીની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવતી હતી. જ્યારે લવેશે લગ્ન માટે વ્હાઈટ કુર્તા-પાયજામા પહેર્યા હતા અને પિંક પાઘડી બાંધી હતી. લગ્નની વિધિ કરતાં અને એકબીજાને વરમાળા પહેરાવતી તસવીરો અને વિડીયો સામે આવ્યા છે. શાઈની ફ્રેન્ડ વિની અરોરા ધૂપરે પણ લગ્નની તસવીર શેર કરી છે. જેમાં કપલ લગ્ન બાદ લિપ લૉક કરતાં જોવા મળી રહ્યા છે. એક્ટર ધીરજ ધૂપર પર શાઈની અને લવેશના લગ્નમાં સામેલ થયો હતો. વરમાળા વખતે ધીરજે શાઈનીને ઊંચકી લીધી હતી. જેનો વિડીયો ફેનપેજ પર શેર કરવામાં આવ્યો છે. બીજી કેટલીક તસવીરો સામે આવી છે જેમાં લવેશ અને શાઈની લગ્ન વિધિ કરતાં જોવા મળી રહ્યા છે. બંનેની જોડી સુંદર લાગી રહી છે. શાઈની અને લવેશના ફેરાનો વિડીયો પણ સામે આવ્યો છે. ફેરા ફરતી વખતે કપલ ખૂબ ખુશ લાગી રહ્યું છે. ૧૪ જુલાઈએ શાઈની અને લવેશની મહેંદી સેરેમની યોજાઈ હતી. મહેંદીમાં પણ અંગત લોકો જ સામેલ થયા હતા. મહેંદી દરમિયાન લવેશ અને શાઈનીએ ખૂબ ડાન્સ કર્યો હતો. શાઈનીએ મહેંદીમાં માટે પીળા રંગના ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટ પર પસંદગી ઉતારી હતી. જ્યારે લવેશ મહેંદીમાં પણ વ્હાઈટ કૂર્તામાં જોવા મળ્યો હતો. કપલની મહેંદી સેરેમનીના વિડીયો અને તસવીરો સો.મીડિયા પર વાયરલ થયા હતા.

Previous articleકરીના કપૂરના મોટા દીકરા તૈમુર સાથે નાના ભાઈ જેહ ની અનસીન તસવીર થઇ વાઇરલ
Next articleભારતના બે ખિલાડીઓ બાદ થ્રોડાઉન નિષ્ણાંત દયાનંદ જારાની થયા કોરોના સંક્રમિત