દોઢ વર્ષ દરમિયાન ૧,૨૪,૬૬૧ કેસ કરવામા આવ્યા
ભાવનગરમાં કોરોના કાળથી અત્યારે સુધીમાં માસ્ક વગર બહાર ફરતા અનેક લોકો દંડાયા હતા, જેમાં કોરોનાની શરૂઆત માર્ચ મહિના ના અંતમાં થઈ હતી ત્યારથી અત્યારે સુધીમા માસ્ક વગર બહાર ફરતા ૧ લાખથી વધુ લોકો પાસેથી ૭ કરોડ જેટલો દંડ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા વસુલ્યો હતો, લોકોમાં જાગૃતતા આવે તે માટે ૨૫ હજાર જેટલા માસ્ક પણ પોલીસ દ્વારા વિતરણ કરવામાં આવ્યા છે.ભાવનગર પોલીસ હવે માસ્ક નહીં પહેરનારને દંડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. માસ્ક અંગે દંડ લેવાની સત્તા જ્યારે પોલીસને આપવામાં આવી છે, ત્યારે હવે પોલીસ દ્વારા ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં માસ્ક ડ્રાઇવ કરી અને માસ્ક ન પહેરનાર લોકોને સ્થળ પર દંડ કરવામાં આવ્યો હતો.પોલીસે માસ્ક નહી પહેરનાર પર કાર્યવાહી કરી મનપાએ દંડની જોગવાઈ કરી છે. શરૂઆતમાં ૧૦૦,૨૦૦ પછી ૫૦૦ રૂપિયાનો દંડ નિશ્ચિત કરાયો હતો પણ છતાં પણ લોકો માસ્ક નહીં પહેરતા આ દંડની રકમ ૧૦૦૦ કરવામાં આવી હતી. કોરોના વાઇરસથી બચવા માટે માસ્ક પહેરવુ ખુબજ જરૂરી છે, પરંતુ લોકો હજુ માસ્ક પહેરવા પ્રત્યે જાગૃત ન હોવાથી સરકાર દ્વારા માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે છતાં આવા સંજોગોમાં આ પહેલા માસ્ક ન પહેરનારને મહાનગરપાલિકા કે નગરપાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવતો હતો, પરંતુ હવે રાજ્ય સરકાર દ્વારા માસ્ક અંગેની સત્તા પોલીસને આપવામાં આવી ત્યારે ભાવનગર પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં માસ્ક ડ્રાઇવ યોજી અને માસ્ક વિના રોડ પર નીકળતા લોકોને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવી રહ્યો છે. કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું હતું ત્યારે રાજ્ય સરકાર દ્વારા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ નું પાલન નહીં કરનાર લોકોને જાગૃતતા લાવવા માટે પોલીસને માસ્ક નહીં પહેરનારને દંડ ફટકારવા મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી હતી, માસ્ક વગર ફરતા ભાવનગર વાસીઓ પાસેથી શહેર અને જિલ્લા પોલીસે દોઠવર્ષ દરમિયાન ૧,૨૪,૬૬૧ લોકો પાસેથી ૭ કરોડ ૬૪ લાખ ૨૦૦ રૂપિયાનો દંડ વસુલ્યો હતો. ભાવનગર પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કોરોના મહામારી દરમિયાન ૨૫,૦૭૯ માસ્કનું જિલ્લામાં વિતરણ કરવામાં આવ્યું હતું. ભાવનગર એસપી જયપાલસિંહ રાઠોર એ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષ થી આખા વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે આપણે આ મહામારીથી બચવા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીએ, માસ્ક ફરજીયાત પહેરીને બહાર જવું, વારંવાર સાબુ થી અથવા હાથ સેનેટાઇઝ કરવા આ બાબતો નું ધ્યાન રાખવું જોઈએ.