અખિલ ભારતીય વંશાવલી સંરક્ષણ સંસ્થાના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે પરમેશ્વર બ્રહ્મભટ્ટની વરણી

747
guj1442018-5.jpg

અખિલ ભારતીય વંશાવલી સંરક્ષણ એવમ સંવર્ધનની રાષ્ટ્રીય કારોબારીની કાર્યકારણી બેઠક જયપુર ખાતે ધર્મજાગરણ સમન્વય વિભાગના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદરાવ ઢોલેની ઉપસ્થીતિ ઉપરાંત સંસ્થાના સ્થાપક રામ પ્રસાદજી તેમજ વંશાવલી સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેન્દ્રસિંહ બોરાજ રાવ બારોટ તેમજ રાષ્ટ્રીય કારોબારીના તમામ સદસ્યોમાં ગુજરાત વંશાવલી સંસ્થાના ગુજરાત પ્રમુખ શંભુજીરાવ તથા રાજકોટથી કનકભાઈ પારકરા પ્રદેશ ખજાનચી સત્તીશભાઈ બારોટ સહિત દરેક રાજયમાંથી આજીવન કાર્યકારી સભ્યોની હાજરીમાં હાલની કારોબારીનો કાર્યકાળ પુર્ણ થતાં નવરાષ્ટ્રીય પ્રમુખ પદની ચૂંટણી યોજાઈ પણ સર્વાનુમતે નવ નિયુકત રાષ્ટ્રીય પ્રમુખ તરીકે પરમેશવર બ્રહ્મભટ્ટને ઘોષીણ કરાયા તેમજ આ બેઠકમાં રાષ્ટ્રીય તેમજ દરેક રાજયોના પ્રાંત સમિતિઓ કે જેની સમય મર્યાદા સમાપ્ત થયેલ છે. આ બેઠકમાં ચર્ચાયેલ મુદ્દાઓ સર્વાનુમતે સ્વીકારાયેલ છે. તેમજભ ારત દેશના તમામ રાજયોમાં જિલ્લા, તાલુકા અને રાજય સ્તરે સંગનાત્મક ઢાંચાને સક્રિયા બનવા અને ખુબ મજબુત બનાવવા માટે ગામડાથી નાના મોટા શહેરમાં વસતા બારોટ સમાજના કોઈ ઘર બાકી ન રહે તે રીતે સભ્ય નોંધણીનું કાર્ય તાત્કાલિક શરૂ કરવું તેમાંથી યોગ્ય સભ્યોને તાલુકા જિલ્લાની સમિતિઓ બનાવવી અને જે તે વિસ્તારના કાર્યકર્તા યોગ્ય હોય તેમને જિલ્લા તાલુકાની જવાબદારી સોંપવી, સાથે મહિલા સંગઠન પણ ઉભુ કરવું. તેમજ વંશ લેખકોની વર્તમાન અને ભાવી પેઢીને વંશાવલીનું ઉચ્ચ જ્ઞાન મળી રહે તે માટે વંશ લેખકો માટે રાજસ્થાનની કોટા વિદ્યાલયમાં કોર્ષ કાર્ય શરૂ કરવામાં આવ્યું. તેમજ આગામી સમયમાં દરેક રાજયોમાં આ ભગીરથ કાર્ય ગુજરાતના દરેક જીલ્લા તાલુકામાં કોર્ષ કેન્દ્રો તેમજ તેમજ સાહિત્ય પ્રકોષ્ઠની પણ રચના કરવાનો નિર્ણય લેવાયો તેમજ દરેક રાજયોમાં તેમજ ગુજરાતમાં સભ્ય નોંધણીનું કાર્ય્‌ ઝડપથી કરવામાં આવશે કારણ સભ્ય નોંધણી કાર્ય પુર્ણ થતા જ તેની દરેક ગ્રામ્ય લેવાથી મહાનગરોમાં રહેતા વહીવંચા બારોટની નામ સરનામા અટક અને મો. નંબર સહિત ડિરેકટરી બહાર પાડવામાં આવશે. તેમજ રાજસ્થાનમાં રાજયના રાજયમંત્રી મહેન્દ્રસિંંહ બોરાજ, શરદ રાવ ઢોલે તેમજ ઈશ્વરીય સંસ્થાના સ્થાપક રામ પ્રતાપજી દ્વારા વંશાવલીને લગતુ વિશાળ મ્યુઝીયમ અને સંશોધન કેન્દ્રની યોજના અમલમાં મુકાઈ તેના માટે રાજય સરકારમાંથી જમીન પણ કરોડો રૂપિયાની મળી પણ ગઈ છે. તેમજ ગુજરાત ભરમાં સદસ્યતા અભિયાન પુર્ણ થતા જ ડિરેકટરી, તેમજ ગૌરવ યાત્રા અને મહાસંમેલન પણ યોજવા નિર્ણય લેવાયા છે. આ પ્રસંગે બારોટ સમાજને ખાસ ઉપયોગી તેવી વંશ વાર્તા અને અન્ય પુસ્તકોનું પણ વિમોચન કરવામાં આવ્યું.

Previous articleકેરીયાના ઢાળ નજીક કાર અને રીક્ષાનો અકસ્માત : બેને ઈજા
Next articleદામનગરના ધામેલ ખાતે ડો. આંબેડકરની પ્રતિમાનું અનાવરણ