દૈનિક વધતા જતા પેટ્રોલ-ડિઝલ અને ગેસ ના ભાવ માં થતા વધારાનાં પગલે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે. જેના કારણે લોકોમાં પણ ભારે આક્રોશ છે ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં કોંગ્રેસના ઉના ના ધારાસભ્ય પુંજાભાઈ વંશ તથા ધંધુકા વિધાનસભા મતવિસ્તાર ના ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલની ઉપસ્થિતિ માં રાણપુર શહેરમાં રાણપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્રારા રેલી યોજી મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યુ
હતુ.રાણપુરમાં કોંગ્રેસ કાર્યાલયે થી મામલતદાર કચેરી સુધી ભારે સુત્રોચ્ચાર સાથે રેલી યોજવામાં આવી હતી.વધતા જતા પેટ્રોલ-ડિઝલ અને રાંધણ ગેસ ના ભાવ ના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો નું બજેટ ખોરવાયું છે ત્યારે સરકાર દ્વારા કરેલ ધરખમ ભાવ વધારો તાત્કાલિક અસર થી પાછો ખેંચે અને ભાવ નિયંત્રિત કરવાની માંગ સાથે ભારે સુત્રોચ્ચાર સાથે રેલી યોજી રાણપુર મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.જો ભાવ વધારાને નિયંત્રિત નહિ કરવામાં આવે તો આગામી દિવસોમાં ગુજરાત બંધના કાર્યક્રમો કરવામાં આવશે તેવી કોંગ્રેસ દ્રારા ચીમકી આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશ , ધંધુકા ના ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ ,બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રમેશભાઈ મેર ,બોટાદ જિલ્લા પંચાયત ના વિપક્ષના નેતા રમેશભાઈ શીલુ , રાણપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપસિંહ ડોડીયા ,રાણપુર સરપંચ મનહરભાઈ પંચાળા , મકસુદભાઈ શાહ ,શેરભા પરમાર ,જીગરભાઈ ગાંજા,પરવેઝ કોઠારીયા,પ્રકાશ પંચાળા સહીત રાણપુર શહેર અને તાલુકા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહી રાજ્યપાલશ્રી ને રાણપુર મામલતદાર મારફતે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.જ્યારે આ રેલી ને લઈને રાણપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ-એન.સી.સગર દ્રારા ચુસ્તબંદોબસ્ત ગોઠવી દેવામાં અવ્યો હતો.