શહેરના સુભાષનગર, ધર્મરાજ સોસાયટીનજીકમાં રૂ.૧.૩૮ કરોડના ખર્ચે પરશુરામ પાર્કનું નિર્માણ કર્યું અને એક મહિના પૂર્વે તેનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. પરંતુ લોકાર્પણના એક મહિના બાદ પણ વિજ તંત્ર દ્વારા પાર્કમાં લાઇટ કનેક્શન નહીં અપાતા હજુ આ પાર્કમાં અંધારું છવાયેલું છે. પાર્કમાં આકર્ષક લાઇટીંગની સુવિધા બંધ છે. પાર્કમાં થ્રી ફેઝ કનેક્શનની જરૂર છે. તાકીદે લાઇટીંગ વ્યવસ્થા થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.શહેરના સુભાષનગર વિસ્તારમાં ટી.પી.સ્કીમ નંબર ૩, રૂવા ફાઇનલ પ્લોટ નંબર ૧૨૫ માં શૈક્ષણિક હેતુની રિઝર્વ જગ્યામાંથી તબદીલ કરી ૩૯૦૦૦ ચો.વાર જગ્યામાં કોર્પોરેશન દ્વારા અમૃત યોજના અંતર્ગત રૂ.૧.૩૮ કરોડના ખર્ચે પાર્ક બનાવવામાં આવ્યો છે. અંતે પરશુરામ પાર્કનું ચાર ગેઝીબો, સાધનો વગરના ચિલ્ડ્રન પ્લે એરિયા અને ખાસ તો વીજ વગરની આકર્ષણ લાઈટીંગ સાથે ગત જુન માસમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.