દામનગરના ધામેલ ખાતે ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મરના વરદ હસ્તે ડો.બાબાસાહેબ આંબેડકર પ્રતિમા અનાવરણ અને તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો. ધામેલ ખાતે દાતાઓના સહયોગથી ડો.આંબેડકર યુવા ગ્રુપ ધામેલ આયોજીત કાર્યક્રમ ભવ્ય બાઈક રેલી યોજી ધામેલ ગ્રામ્યમાં ફરી સાંજે બાબાસાહેબની પ્રતિમા અનાવરણ, ભીમ પ્રસાદ અને રાત્રે ડાયરો ભીમ ભજનીકો અને કલાવૃંદ દ્વારા યોજાયો હતો.
બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાના દાતા મુંબઈ સ્થિત કાનજીભાઈ મારૂ દ્વારા અર્પણ સંવિધાન નિર્માણ યુગપ્રવર્તક સિમ્બોલ ઓફ નોલેજ બોધિસ્તવ વિશ્વરત્નના જીવન કવનને તાદ્રશ્ય કરતા વક્તવ્ય વિરજીભાઈ ઠુમ્મર, ભાણજીભાઈ બગડા, ગોવિંદભાઈ ધાંધલ, ન્યાય સમિતિ અમરેલી જિલ્લા પંચાયત અશોકભાઈ ચાવડા, શ્રેષ્ઠ શિક્ષક રમેશભાઈ પરમાર, આચાર્ય ધામેલ દ્વારા અપાયેલ આ પ્રસંગે લાઠી તાલુકા પંચાયતના ઘનશ્યામભાઈ કાછડીયા, આંબાભાઈ કાકડીયા, તાલુકા વિકાસ અધિકારી લાઠી પીએસઆઈ ગોસાઈ, દામનગર શેખા, પ્રવિણભાઈ પરમાર ભીંગરાડ માજી સરપંચ વિનુભાઈ સોલંકી પત્રકાર નટવરલાલ ભાતિયા, વિનુભાઈ જયપાલ સહિત ગ્રામ્ય વિસ્તારના સરપંચ સદસ્યો સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓની વિશાળ હાજરીમાં ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા અનાવરણ અને વિદ્યાર્થી સન્માન સમારોહમાં નાના એવા ધામેલ ગામના ૩પ કરતા વધુ ઉચ્ચત્તર અભ્યાસ બાદ એડવોકેટ, ડોક્ટર, કોમ્પ્યુટર એન્જિનિયર્સ, ઈલે એન્જિનિયર્સ, વિવિધ ક્ષેત્રે નિપૂણતા મેળવી સેવારત યુવકો-યુવતીઓ એક જ સામાન્ય કુટુંબના આટલા બધા સુશિક્ષિત સંતાનોની શિક્ષણ સુઝની હાજર દરેક વક્તા મહાનુભાવોએ સરાહના કરી.