નાથદ્વારા રામકથામાં લોકસભા સ્પીકર ઓમ બીરલાજીની ઉપસ્થિત રહ્યા

841

પૂ. મોરારીબાપુની નાથદ્વારામાં ગવાઈ રહેલી રામકથા “માનસ-તત કીમ “કથાના છઠ્ઠા દિવસે રાજસ્થાનના ગવર્નર કાલરાજ મિશ્રજી અને લોકસભાના સ્પીકર ઓમ બીરલાજી ઉપસ્થિત રહ્યાં હતાં અને કથા શ્રવણ કર્યું હતું. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાજી પોતાના સંસદિય મતક્ષેત્ર કોટામાં બાપુને રામકથા ગાયન માટે આમંત્રણ આપતો એક પત્ર સુપ્રત કર્યો. રામકથા માટે કોટા પધારવા બાપુને ખાસ વિનંતી કરતાં તેના પ્રતિભાવમાં બાપુએ કહ્યું કે “હું રામકથા ગાયન માટે જાપાનના કવેટા શહેરમાં જતો હોઉં તો મને રાજસ્થાનના કોટા આવવાનું ગમે જ. જરૂર રામ આદેશ મુજબ ત્યાં ભવિષ્યે કથાનું આયોજન થઈ શકશે.

Previous articleહડમતીયા ગામે સંત મુનિબાપા આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી સદંતર બંધ રાખેલ છે
Next articleદેશ ત્રીજી લહેરની સાવ નજીક, સતર્કતા જરૂરી : મોદી