જાફરાબાદ ખાતે પ૧ પ્રા. શાળાના શિક્ષકોનો ૪ દિવસીય કેમ્પ યોજાયો

774
guj1442018-6.jpg

જાફરાબાદ ખાતે તાલુકા શાળામાં તાલુકાની પ૧ પ્રાથમિક શાળાના ૩૭૪ શિક્ષકો માટે તાલુકા શિક્ષણ અધિકારી એચ.ડી. વાઢેર તેમજ તાલુકા શિક્ષણ સંઘના તાલુકા પ્રમુખ ભગીરથભાઈ વરૂ (નાગેશ્રી)ની અધ્યક્ષતામાં ૪ દિવસીય તા.૧૦ થી તા.૧૩-૪-ર૦૧૮ સુધી કેમ્પનું આયોજન થયું. જેમાં ૩૭૪ જેટલા શિક્ષકોની સર્વિસ બુકોનું અધ્યયન અને કાલીકેટ કરવા કરવા ૪ દિવસીય અગત્યના કેમ્પનું આયોજન થયું. આ બાબતે વિશેષ નોંધની જાણકારી શિક્ષક સંઘના પ્રમુખ ભગીરથભાઈ વરૂની વિદ્યાર્થીઓ માટેના અભ્યાસ પર ભાર મુકવા આહવાન કરાયું તેમજ ભગીરથભાઈ વરૂની સાચી ઓળખ આપતા એક શિક્ષકે તમામ શિક્ષકોને ઝાંખી કરાવી અને તેને વિદ્યાર્થીઓના અભ્યાસ માટે સારા શિક્ષણ માટે વધારે ભાર મુકે છે. કારણ નાગેશ્રી ખાતે હાલ તે જ સુરીંગબાપુ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી ગૌતમભાઈ વરૂ અને માજી ધારાસભ્ય પ્રતાપભાઈ વરૂના માર્ગદર્શનથી કાર્યરત છે. આવી શિક્ષણ બાબતે ૩૭૪ શિક્ષકોને માહિતગાર કરેલ.

Previous articleદામનગરના ધામેલ ખાતે ડો. આંબેડકરની પ્રતિમાનું અનાવરણ
Next articleજાફરાબાદ બોટ એસોસીએશનના પ્રમુખોની બીન હરીફ વરણી