જાફરાબાદ બોટ એસોસીએશનના પ્રમુખોની બીન હરીફ વરણી

563
guj1442018-1.jpg

જાફરાબાદ શહેરમાં આવેલ માચ્છિમારી માટેના ધંધા સાથે બહોળી સંખ્યામાં ખારવા સમાજ સંકળાયેલ છે. જેના નિતિનિયમ મુજબ સમસ્ત ખારવા સમાજ બોટ એસોસિએશનના પ્રમુખ તરીકે દર વર્ષે વરણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે તા. ૧૧-૪-૧રના રોજ ખારવા સમાજના સાગર સંસ્કાર હોલમાં બહોળી સંખ્યામાં માચ્છીમારોની મીટીંગ મળેલી. આ મિટિંગમાં માચ્છીમારોને લગતા પ્રશ્નો તેમજ આવનાર વર્ષ માટેની સુવિધાઓની ચર્ચા વિચારણા પણ થયેલ હતી. સાથો-સાથ દર વર્ષની જેમ જ મિટીંગમાં ખારવા સમાજ બોટ એસોસિઅશેનના પ્રમુખ તરીકે માલાભાઈ કાનાભાઈ વંશ તેમજ રાજેશભાઈ છનાભાઈ બારૈયાની બિનહરિફ નિમણુંક થયેલ જેને ખારવા સમાજના પટેલ નારણભાઈ બાંભણીયા તેમજ નરેશ બારૈયા,ખારવા સમાજના આગેવાનો તેમજ સમસ્ત માચ્છીમારો દ્વારા આવકાીર અભિનંદન પાઠવેલ છે. 

Previous articleજાફરાબાદ ખાતે પ૧ પ્રા. શાળાના શિક્ષકોનો ૪ દિવસીય કેમ્પ યોજાયો
Next articleડો.આંબેડકર જન્મજયંતિ નિમિત્તે બરવાળામાં રક્તદાન કેમ્પ યોજાયો