કેનેડા સપ્ટેમ્બરમાં પ્રવાસીઓને મંજૂરી આપે એવી શક્યતાઃ ટ્રુડો

152

(જી.એન.એસ)ટોરેન્ટો,તા.૧૬
જો દેશમાં રસીકરણનો દર અને જાહેર આરોગ્ય હાલની સ્થિતિ જળવાઈ રહી તો કેનેડા સપ્ટેમ્બરના પ્રારંભે દેશ સંપૂર્ણ રીતે રસી લગાવવામાં આવેલા પ્રવાસીઓને મંજૂરી આપે એવી શક્યતા છે, એમ દેશના વડા પ્રધાને કહ્યું હતું. જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પ્રાંતીય નેતાઓની સાથે એક કોલમાં આ ટિપ્પણી કરી હતી. વડા પ્રધાને એક નિવેદનમાં કહ્યું હતું કે જો રસીકરણનો દર અને જાહેર આરોગ્યની હાલની સ્થિતિ જારી રહે તો કેનેડા સપ્ટેમ્બરના પ્રારંભે બધા દેશોના પ્રવાસીઓને રસી લગાવનારા લોકોનું સ્વાગત કરવાની સ્થિતિમાં હશે. તેમણે એ પણ કહ્યું હતું કે ઓગસ્ટના મધ્ય ભાગ સુધી બિનજરૂરી યાત્રા માટે કેનેડામાં રસી લગાવનારા અમેરિકી નાગરિકો અને સ્થાનિક રહેવાસીઓને મંજૂરી માટે અમેરિકાની સાથે ચર્ચાવિચારણા ચાલી રહી છે. આરોગ્ય અધિકારીઓએ હાલમાં કહ્યું હતું કે કેનેડામાં ૧૨ વર્ષ કે તેનાથી ઉંમરના આશરે ૭૮ ટકા લોકોને રસીનો કમસે કમ એક ડોઝ લાગી ચૂક્યો છે. ૧૨ વર્ષ અથવા તેનાથી વધુ ઉંમરના ૪૪ ટકા લોકોને રસીના બે ડોઝ લાગી ચૂક્યા છે. આ પહેલાં ગુરુવારે કેનેડાએ કહ્યું હતું કે એ નવેમ્બરમાં શરૂ થનારા મોટા ક્રૂઝ જહાજોને ફરી પ્રવાસ કરવાની મંજૂરી આપશે, કેમ કે રસીકરણ પછી જાહેર આરોગ્યની જરૂરિયાતોનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ.

Previous articleઅફઘાનિસ્તાનમાં કવરેજ દરમિયાન ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની હત્યા
Next articleહરિયાણાના ફારૂખનગર ખાતે ગ્રેઇન એટીએમની શરૂઆત કરાઇ