વીએસ હોસ્પિટલે સગાની મંજૂરી વગર ઓપરેશન કરી નાખ્યું,૧ લાખ આપવા પડશે

289

(જી.એન.એસ.)અમદાવાદ,તા.૧૬
કન્ઝ્યુમર કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત વીએસ હોસ્પિટલને એક લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે. એમ મહિલાને વળતર ચૂકવવા આદેશ કર્યો છે કે જેમના પતિનું સગાને જાણ કર્યા વગર અને પરિવારને મેડિકલ કેસ પેપર ઉપલબ્ધ કરાવ્યા વગર ઓપરેશન કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ પંચ દ્વારા આ કેસ અંગે જણાવવામાં આવ્યું કે, સર્જરી માટે સહમતી ના મેળવવી અને વિધવાની કાયદાકીય મદદ લીધા પછી જ કેસ પેપર ઉપલબ્ધ કરાવવા તે હોસ્પિટલ તરફથી બેદરકારી અને અયોગ્ય સેવા બરાબર છે. આ કેસ ધંધૂકા પાસે રહેતા જસકાગામમાં રહેતા વેલજીભાઈ ચીરોડિયાનો છે. તેમને સારવાર માટે ફેબ્રુઆરી ૨૦૦૬માં વીએસ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. તેમના પેટમાંથી સર્જરી કરીને ગાંઠ કાઢવાની હતી, પરંતુ ઓપરેશન પછી તેમના પેટમાં રહેલી ગાંઠ કેન્સરની સારવારને ધ્યાનમાં રાખીને કાઢવામાં નહોતી આવી. તેમને હોસ્પિટલમાંથી થોડા દિવસની સારવાર બાદ રજા આપી દેવામાં આવી, પરંતુ વેલજીભાઈનું તે જ વર્ષે એપ્રિલમાં નિધન થઈ ગયું. વેલજીભાઈનું નિધન થયા બાદ તેમના પત્ની કંકુબેને વીએસ હોસ્પિટલ અને તેમના પતિની સારવાર કરનારા ડૉક્ટર સામે અમદાવાદમાં (ગ્રામ્ય) ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ પંચમાં બેદરકારી અંગેની ફરિયાદ કરી. ઓપરેશન કર્યા પછી પણ પેટમાંથી ગાંઠ નહીં કાઢવા અંગે, દર્દીના સગા પાસે સર્જરી માટે સહમતી ના મેળવવી અને ૭૨ કલાકમાં મેડિકલ કેસ પેપર ઉપલબ્ધ ના કરાવવા મુદ્દે ફરિયાદ કરી હતી. કંકુબેને આ ફરિયાદ સાથે હોસ્પિટલ પાસે ૧૦ લાખ રૂપિયાનું વળતર માગ્યું હતું. જિલ્લા ફોરમ દ્વારા તેમની અરજી ફગાવી દેવાતા તેઓએ જિલ્લા કમિશન (પંચ)માં પોતાની રજૂઆત કરી હતી. ૧૫ વર્ષ પછી કમિશને નોંધ્યું કે અહીં કોઈ મેડિકલ બેદરકારી નથી, કારણ કે તેમાં ડૉક્ટરે જરુરી કામગીરી કરી અને પ્રોફેશનલ આવડત અને એક સામાન્ય ડીગ્રીનો પ્રયોગ કર્યો હતો.
કંકુબેનના વકીલ વીએમ ગમારા મુજબ, કમિશન દ્વારા મેડિકલ બેદરકારીના દાવાને સ્વીકાર નથી કર્યો, જોકે એ નિષ્કર્ષ રજૂ કર્યો કે ફોર્મ સંપૂર્ણ ખાલી હતું અને જે દર્શાવે છે કે દર્દી કે તેમના પરિવારજનો જરુરી મંજૂરી લેવામાં નહોતી આવી. આ બેદરકારી છે. કમિશને એ પણ નોંધ્યું કે, ૨૦૦૮માં વેલજીભાઈના મેડિકલ કેસ પેપર પૂરા પાડવામાં નહોતા આવ્યા અને તે હોસ્પિટલે કેસ થયા પછી પૂરા પાડ્યા. આ યોગ્ય સેવાનો અભાવ છે.

Previous articleઇડીએ પીએમએલએ હેઠળ અનિલ દેશમુખની ૪.૨૦ કરોડની સંપત્તિ જપ્ત કરતા ખળભળાટ
Next articleદરિયાપુર મનપસંદ જુગાર મામલોઃ પીઆઇ,પીએસઆઇ સહિત ૧૫ પોલીસ જવાનો સસ્પેન્ડ