(જી.એન.એસ.)સુરત,તા.૧૬
સુરતમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. જેમાં કાપડ માર્કેટમાં એક વેપારીને અર્ધનગ્ન કરી તેના હાથમાં ચોર લખેલું બોર્ડ પકડાવી આખી માર્કેટમાં ફેરવામાં આવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. તો બીજી તરફ આ વીડિયો ટીટી માર્કેટ પાસેનો હોવાની ચર્ચા છે. આ વીડિયો વાઇરલ થતા પોલીસ પણ હરકતમાં આવી છે અને આ મામલે તપાસ શરૂ કરી છે. સુરતને ટેક્સટાઈલ હબ તરીકે પણ ઓળખવામાં આવે છે અને સલાબતપુરા વિસ્તારમાં મોટી સંખ્યામાં કાપડ માર્કેટો આવેલી છે. પોલીસ મથકમાં કાપડ વેપારીઓ સાથે રોજની લાખો કરોડોની ઠગાઈ થઇ હોવાની ફરિયાદ પણ નોંધાઈ રહી છે. પરંતુ આ બધા વચ્ચે માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. ટેક્સટાઈલ માર્કેટમાં એક વેપારીને અર્ધનગ્ન કરવામાં આવ્યો હતો અને તેના હાથમાં ચોર લખેલું બોર્ડ પકડાવી તેને માર્કેટમાં ફેરવવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ તમિલનાડુના વેપારીએ નાણા નહીં ચૂકવી ઠગાઈ કરતા આવી રીતે તેને માર્કેટમાં ફેરવામાં આવ્યો હતો. જોકે બીજી તરફ આ વીડિયો સેશિયલ મીડિયામાં વાઇરલ થતા પોલીસ પણ હરકતમાં આવી છે અને આ વીડિયોને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.
માર્કેટમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા પરંતુ કોઈએ પણ આ કૃત્યને રોકવાનો પ્રયાસ કર્યો ન હતો અને માત્ર તમાશો જ જોઈ રહ્યા હતા. બીજી તરફ આ વીડિયો વાઇરલ થતા કાપડ માર્કેટના વેપારીઓમાં ચકચાર મચી જવા પામી છે. વેપારીને અર્ધનગ્ન કરી માર્કેટમાં ફેરવવામાં આવતા એક તરફ કાપડ વેપારીમાં ચકચાર મચી જવા પામી છે. ખુદ કાપડ વેપારીઓ આ ઘટનાને વખોડી રહ્યા છે. પોલીસે પણ આ મામલે તપાસ શરુ કરી છે. માનવતાને નેવે મૂકી આ પ્રકારની ઘટના ખુબ જ દુખદ છે. ભોગ બનનાર લોકો પોલીસનો સહારો લઇ શકતા હતા પરંતુ આવી રીતે માનવતાને શર્મસાર કરવી ખુબ જ નિંદનીય બાબત કહી શકાય છે. ત્યારે આ વીડિયો વાઇરલ થયા બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ તપાસ શરૂ કરી છે.