બનાસકાંઠામાં આરોગ્ય વિભાગની બેદરકારી, મૃત વ્યક્તિને કોવિડનો બીજો ડોઝ લગાવ્યો!

961

(જી.એન.એસ.)પાલનપુર,તા.૧૬
અમદાવાદમાં અચાનક પરિવારના મોભીનું કોવિડથી મોત થયુ હતું. પરિવાર આઘાતમાંથી બહાર આવી રહ્યો હતો કે ઘરના મોબાઇલ પર મૃત વ્યક્તિને કોવિડનો બીજો ડોઝ લાગ્યો હોવાનો મેસેજ આવ્યો હતો. પરિવારનું દુખ વધી ગયુ અને તેમણે સરકારી સિસ્ટમ પર ગુસ્સો આવ્યો હતો. વશીભાઇ પરમારે જણાવ્યુ કે તેમના પિતા હરજી લક્ષ્મણ પરમાર (૭૦)નું ૨૩ એપ્રિલે બનાસકાંઠાના થરાદની એક હોસ્પિટલમાં કોરોનાથી મોત થયુ હતું, તેમના મોતના લગભગ ત્રણ મહિના બાદ ૧૪ જુલાઇએ તેમના મોબાઇલ પર મેસેજ આવ્યો કે હરજી લક્ષ્મણ પરમારને કોવિડનો બીજો ડોઝ સફળતાપૂર્વક લગાવી દેવામાં આવ્યો છે. વશીભાઇએ કહ્યુ કે તેમના પિતાને જો સમયસર હોસ્પિટલમાં બેડ અને ઓક્સીજન મળી ગયુ હોત તો આજે તે જીવતા હોત, તેમણે આરોપ લગાવ્યો કે સિસ્ટમે તેમના પિતાનો જીવ લઇ લીધો છે, તેમણે કહ્યુ કે મારા પિતા ક્યારેય વેક્સીનેશનનો પ્રથમ ડોઝ માટે ગયા નહતા અને સિસ્ટમે હવે તેમણે બીજો ડોઝ પણ લગાવી દીધો છે, આ બેદરકારી છે.

Previous articleઅમદાવાદમાં ઓવૈસીની પાર્ટીએ પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાનો વિરોધ કર્યો
Next articleકરિશ્મા સેટ પર સુનીલની હરકતથી ડરી ગઈ હતી