ધ બિગ પિક્ચરથી રણવીરની ટીવી સ્ક્રીન પર એન્ટ્રી, શોમાં સ્પર્ધકના જ્ઞાન, વિઝ્યુઅલ મેમરીની કસોટી થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ,તા.૧૭
રણવીર સિંહ અનોખા શોને હોસ્ટ કરવા જઈ રહ્યો છે. વિઝ્યુઅલ આધારિત આ શો કલર્સ પર જોવા મળશે. આ શો માટે રજીસ્ટ્રેશન પણ ૧૭ જુલાઈના રોજ રાત્રે ૯ઃ૩૦ વાગ્યાથી શરૂ થવા જઈ રહ્યું છે. શોનું નામ ધી બિગ પિક્ચર રાખવામાં છે. આ અંગે રણવીર સિંહે સ્પેશિયલ પ્રોમો શેર કરી જાહેરાત કરતા કહ્યું હતું કે, તસવીર સે તકદીર બદલને કા ઈંતઝાર હો ગયા ખતમ ક્યોંકિ ૧૭ જુલાઈ રાત ૯ઃ૩૦ સે ’ધ બિગ પિક્ચર’ના રજીસ્ટ્રેશનહો રહે હૈ શુરુ. તો મિલતે હૈ આપસે The Big Picture ના મંચ પર મળીશું. ધ બિગ પિક્ચરથી રણવીરની ટીવી સ્ક્રીન પર એન્ટ્રી થઈ રહી છે. આ શોમાં સ્પર્ધકના જ્ઞાન અને વિઝ્યુઅલ મેમરીની કસોટી થશે. રણવીરે શેર કરેલા પ્રથમ પ્રોમોમાં તેને પોતાની કારકિર્દી અંગે વાત કરતો જોઈ શકાય છે. તે સિમ્બા, બાજીરાવ અને ખીલજી સહિતના કેટલાક જાણીતા પાત્રનું વર્ણન કર્યા બાદ ગેમ શોનું વર્ણન કરે છે. તે કહે છે કે, સ્પર્ધકની વિઝ્યુઅલ મેમરી તેમને કરોડો જીતાડી શકે છે. તાજેતરમાં જ રણવીરે ટીવી પડદે એન્ટ્રી અંગે એક નિવેદમમાં કહ્યું હતું કે, કલાકાર તરીકેની મારી સફરમાં સતત પ્રયોગ અને શોધ થતી રહી છે. ભારતીય સિનેમાએ મને બધું જ આપ્યું છે. તે અભિનેતા તરીકે મારી કુશળતાને ઉત્કૃષ્ટ બનાવવા અને રજૂ કરવાનું મંચ છે. મને ભારતના લોકો તરફથી અપાર પ્રેમ મળ્યો છે. હવે હું કલર્સના ધ બિગ પિક્ચરના માધ્યમથી ટેલિવિઝનમાં ડેબ્યુ કરી તેમની સાથે ખૂબ અનોખી રીતે જોડાવા માંગુ છું. અત્યારની જનરેશનના ક્વિઝ શો રજૂ કરવાના પ્રસ્તાવે મારા માટે ડિલને સિલ કરી છે. ઉલ્લેખનીય છે કે, રણવીરના ચાહકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી ટીવી પર તેના ડેબ્યુની અટકળો લગાવી હતી. અગાઉ કલર્સ દ્વારા રણવીરની હીટ ફિલ્મોને લઈ કરાયેલા સિક્રેટ ટિ્વટના કારણે આ અટકળોએ જોર પકડ્યું હતું. કલર્સે ટિ્વટમાં લખ્યું હતું કે, બ્રેડપકોડાની સોગંધ, મનોરંજન હશે બ્લોકબસ્ટર. અન્ય એક ટિ્વટમાં ’ટીવીનો સમય આવી ગયો’ તેમ લખવામાં આવ્યું હતું. આ ટ્વીટ્સના કારણે ચાહકોમાં ઉત્સુકતા વધી હતી.