સરકારી આયુર્વેદ દવાખાનુ-રૂવા, આઈએસએમ પી.પી. એસોસીએશન ભાવનગર, આદિવૈધ આયુર્વેદિક અને ડાયાબીટીસ કેર સેન્ટર તથા ગાયત્રીધામ, ચિત્રાના સંયુક્ત ઉપક્રમે આજે તા.૧૩-૪-ર૦૧૮ શુક્રવારના રોજ સર્વરોગ નિદાન અને ફ્રી આયુર્વેદિક ચિકિત્સા કેમ્પ યોજાઈ ગયો.
આ ભવ્ય નિદાન કેમ્પમાં આશરે પોણા ચારસો જેવા દર્દીઓ લાભ લીધો તેમજ ફ્રી ડાયાબીટીસ નિદાન અને વિનામુલ્યે આયુર્વેદ દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડો.શિતલબેન સોલંકી (સ્ત્રી રોગ નિષ્ણાંત, સરકારી આયુ. દવાખાનુ-રૂવા), ડો.પિયુષભાઈ રાવ (ચામડીના રોગોના નિષ્ણાંત), ડો.બલદેવભાઈ જાદવ (સર્વરોગ નિષ્ણાંત), ડો.મહેન્દ્રભાઈ મહેતા (ડાયાબીટીસ નિષ્ણાંતે) સેવા આપી હતી.
કેમ્પનું સમગ્ર આયોજન ડો.શિતલબેન સોલંકી અને ડો.મહેન્દ્રભાઈ મહેતા દ્વારા કરવામાં આવેલ. જિલ્લા આયુર્વેદ અધિકારી વિજય જોગદીયાના માર્ગદર્શન હેઠળ ગાયત્રીધામના મહેન્દ્રસિંહ સહિતે જહેમત ઉઠાવેલ.